વલ્લભાશ્રમ પરિચય
“વલ્લભાશ્રમ” મોક્ષધર્મ પરિવારનું એક અજોડ મહાતીર્થ છે. જે સુરત જીલ્લાના મહુવા તાલુકામાં અનાવલ ગામ પાસે કાવેરી નદીનાં રમણીય તટ પર આવેલ છે.


પરમાર્થી સંત વલ્લભરામ અને યોગેશ્વર શ્રી રમુજીલાલના મોક્ષગમન પછી ૧૨૫મી વલ્લભ જયંતી ઉજવતાં સંવત ૨૦૨૫ના શ્રાવણ કૃષ્‍ણપક્ષ અષ્ટમીના મંગલ દિવસે અમદાવાદ વલ્લભવાડી રમુજીલાલ મેમોરીયલ હોલમાં કાવ્‍યતીર્થ, પુરાણતીર્થ, વ્‍યાકરણાચાર્ય ર્ડા. ભગવતીપ્રસાદ પંડયાના શુભ હસ્‍તે વલ્લભ પ્રણવદર્શન ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્‍યો અને એ યાદગાર દિવસે સદ્‍ગુરુશ્રી વલ્લભરામ તેમજ પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલના ઉપદેશને અનુલક્ષીને જનકલ્યાણાર્થે ઘર ઘર જ્ઞાનના દીવા પ્રગટાવી મોક્ષસિઘ્‍ધિ પ્રાપ્ત કરવાનું માનવ જન્‍મનું મુખ્‍ય અને અંતિમ ઘ્‍યેય સર કરવા તેમજ માનવજીવનની ઉન્નતિ માટે અનેક પ્રવૃતિઓ આદરવાના ઉદ્રેશથી વલ્લભ માનવોઘ્‍ધારક મંડળની સ્‍થાપના કરવામાં આવી. વળી એવો પણ નિર્ણય કરવામાં આવ્‍યો કે કોઇ એકાંત પવિત્ર જગ્‍યાએ આશ્રમની વ્‍યવસ્‍થા કરવી કે જયાં સનાતન મોક્ષધર્મના ઉત્‍સવો સારી રીતે મોટા સમૂહમાં ઉજવી શકાય અને અનેકવિધ પ્રવૃતિઓ કરવા માટે એ આશ્રમ એક અજોડ કેન્દ્ર બની રહે.

સંત વલ્લભરામે સ્‍થાપેલી ગુરુગાદીના વારસદાર તરીકે નિયુક્‍ત થયા પછી પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલે જેની આસપાસ મોક્ષમાર્ગી ધર્મસમાજનો વિપુલ સમુદાય વસે છે એવા અનાવલ ગામમાં શુકલેશ્વર મહાદેવની વાડીને પોતાના દ્વિ‍‌‍તીય કર્મક્ષેત્ર (પ્રથમ કર્મક્ષેત્ર ૐકારેશ્વરનું મંદિર, અમદાવાદ) તરીકે અપનાવી લીધી અને સનાતન મોક્ષધર્મનો વેગીલો પ્રચાર કરી હજારો મુમુક્ષુઓને મોક્ષધર્મની દીક્ષા આપી, એટલું જ નહિ પણ તેમના આત્‍મકલ્યાણ માટે અનેક પ્રકારના યોગ - પ્રયોગો કરાવી તેમની આત્મોન્નતિ સાધવા પ્રબળ પુરુષાર્થ ખેડયો. આજ પુરાતની પવિત્ર ધામમાં સંવત ૨૦૧૬ માં પોતાના પિતા અને ગુરુની પૂણ્‍યતિથિ - ચૈત્ર વદ બારસના મંગલ દિવસે રાત્રે સમાધિ લઇ યોગેશ્વર રમુજીલાલે હજારો શિષ્યોને આશીર્વાદ આપી સંત વલ્લભરામના પ્રતિનિધિ તરીકે પોતાનો ગુરુધર્મ બજાવ્‍યો હતો.

અનાવલને કેન્દ્રસ્‍થાને રાખી અનાવલ અને તેની ફરતે વર્ષોવર્ષ અનેક ગામોમાં જ્ઞાનયજ્ઞો યોજીને પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલે ધર્મપ્રચાર કર્યો હતો. પ્રચારના પરિણામે અનાવલ આસપાસના વિશાળ વિસ્‍તારમાં મોક્ષમાર્ગીઓની સંખ્‍યામાં અનેક ઘણો વધારો થવા પામ્‍યો હતો. આથી ૐકારેશ્વરના મંદિર પછી જેને પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલના જીવનમાં દ્વિતીય સ્‍થાન મળવા પામ્‍યુ હતું તેવા અનાવલ ગામ ઉપર વલ્લભાશ્રમની સ્‍થાપના કરવા માટે પસંદગી ઉતારવા પામે તે સ્‍વાભાવિક જ છે.

ઉપરોક્‍ત નિર્ણય પ્રમાણે સદ્‍ગુરુ કૃપા અને પરમ પૂજયશ્રી સુમિત્રાબાની પ્રેરણા અને કુપા - દયાથી યુગબળે કળિયુગમાં ટૂંકા થતાં જતાં માનવજીવનમાં વિપુલ ધર્મશાસ્ત્રોનો અભ્‍યાસ કરી સદા દુઃખની નિવૃતિ અને અખંડ સુખની પ્રાપ્તિ કરવારૂપ આત્‍મકલ્યાણ સાઘ્‍ય કરવા માટે સંત વલ્લભરામે તેમજ પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલે ઉપદેશેલા સનાતન મોક્ષધર્મનું ટૂકું અને સચોટ માર્ગદર્શન કરાવવા અને તેમણે તેમના ગ્રંથોમાં દર્શાવેલ પ્રણવ ૐકારની ફિલસૂફીનો માનવકલ્યાણ માટે પ્રચાર કરવાના મહત્તમ ઉદ્રેશથી તારીખ ૨૮/૦૮/૧૯૭૦ ના મંગલ દિને અનાવલ પાસે કાવેરી નદીનાં રમણીય તટ પર “વલ્લભમાનવોઘ્‍ધારક મંડળ” અને “વલ્લભાશ્રમ અનાવલ” ની સ્‍થાપના કરવામાં આવી.
વલ્લભ - રમુજી પ્રણવ દર્શન સ્‍મારક

પ્રણવ ૐકાર વિર્ષે (સાખીઓ)

બ્રહ્મા, વિષ્‍ણુ, શંકર કેવળ ગુરુ ગણાય,
દાસ અનાદિ સદ્‍ગુરુ, પ્રણવ ૐકાર મનાય.

અવિનાશી પરમ સદ્‍ગુરુ, કેવળ છે ૐકાર :
આઠ અંગ સીધા કરી, કરીએ કરોડ નમસ્કાર.

અવિનાશી પરમ સદ્‍ગુરુ, કેવળ છે ૐકાર,
લૌક્‍ક્‍િ કામના સિઘ્‍ધ કરે, ને અંતે કરે ઉઘ્‍ધાર,
અવિનાશી પરમ સદ્‍ગુરુ, કેવળ છે ૐકાર,
દાસ પ્રેમભાવે, પૂજવાથી, સફળ થાય અવતાર.

દાસ પરમેશ્વરની ઉપાસના, ૐકાર વડે જો થાય,
અવશ્‍ય મનોકામના સિઘ્‍ધ કરે, ને અંતે મોક્ષે જાય.

મોક્ષ આત્‍મબ્રહ્મ વડે, ૐના જાપ જો જપાય,
અવશ્‍ય પ્રભુને અનુભવી, અંતે તે મોક્ષે જાય.


પરમ પૂજય સુમિત્રા બાએ તા. ૨૫-૧૨-૧૯૯૫ ના શુભ દિને શ્રી વલ્લભ - રમુજી પ્રણવ દર્શન સ્‍મારક મોક્ષેચ્‍છુઓના આત્‍મકલ્યાણર્થે પરમાત્‍મા દર્શનમ્ - અર્પણમ્ કરવામાં આવ્‍યુ, જેમાં પ્રણવ ૐકારનું, સદ્‍ગુરુશ્રી વલ્લભરામ અને સદ્‍ગુરુશ્રી રમુજીલાલના પ્રણવ વિજ્ઞાનના શ્રીમદ્ ભગવદ્ ગીતા રહસ્‍યોને કુંડળીઓ - છપ્‍પાઓનાં અનુસંધાનમાં મોક્ષાનુભૂતિત જ્ઞાન - વિજ્ઞાનનું વર્ણનને સમજી - વિચારી - મનન - નિદિઘ્‍યાસન કરીને સ્‍વાત્‍મા, સ્‍વાત્‍મ - ચેતના અને પરમાત્‍માને ઓળખીએ.


વલ્લભાશ્રમમાં બંધાયેલા સ્‍મારકમાં કોઇ દેવ યા દેવીની મૂર્તિ કે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરાવવામાં આવી નથી. પરંતુ જેના વડે જન્‍મ-મરણનું નિવારણ થાય અને અખંડ સુખની પ્રાપ્તિ થાય તેવો સર્વ શ્રેષ્ઠ મંત્ર માત્ર પ્રણવ ૐ હોવા છતાં તેનું તત્વ રહસ્‍ય મહદ્ અંશે અપ્રસિઘ્‍ધ રહેવા પામ્‍યું હોઇ સંત વલ્લભરામે પ્રણવ ૐની અનુભવસિઘ્‍ધ ફિલસુફી ઉપર રચેલા “વિજ્ઞાન વલ્લભ” ગ્રંથનું સ્‍મારકની દિવાલ ઉપર જનકલ્યાણાર્થે આલેખન કરાવવાના ઘ્‍યેયથી સ્‍મારકની રચના કરવામાં આવી છે. ઘ્‍યેયની પૂર્તિ માટે “વિજ્ઞાન વલ્લભ” ગ્રંથનું આરસના પથ્‍થર ઉપર આલેખન કરાવી સ્‍મારકની દિવાલો ઉપર તેની તકતી ચઢાવવામાં આવી છે.

દરેક દર્શનાર્થી મુમુક્ષુજનોને યાદ રહે કે સ્‍મારક એ મંદિર નથી પણ બન્ને સત્‍પુરુષોની સ્‍મૃતિમાં જનહિતાર્થે પ્રણવ ૐકારના ગૂઢ તત્વ રહસ્‍યોને ખુલ્લા કરવા માટે રચવામાં આવેલું એક સ્‍મારક છે.
યોગાવધિ ભવન
“યોગાવધિભવન” વલ્લભાશ્રમનું એક એવું દર્શન વિહારનું સ્‍થળ છે કે જેમાં પરમ પૂજય યોગેશ્વર શ્રી રમુજીલાલે સવંત ૨૦૧૬ માં ચૈત્ર વદ - ૧૨ ના પરમ પૂજય સદ્‍ગુરુશ્રી વલ્લભરામની પૂણ્‍યતિથિના મંગળ દિને રાત્રિના ૯.૦૦ કલાક્‍થી ૧૦.૩૦ કલાક સુધી યાને દોઢ કલાકની નિર્વિકલ્પ અવધ કક્ષાની સમાધિ લીધી હતી. અને તે વખતે તેઓશ્રીની દિવ્‍ય આકૃતિ તેજથી ઝળહળી રહી હતી. જાણે તેમનો દિવ્‍ય દેહ દિવ્‍ય મૂર્તિ સમાન અલૌકિક અને અદ્વિતિય ભાસતો હતો. આ સમયે હજારો શિષ્યોને પરમ પૂજય યોગેશ્વર શ્રી રમુજીલાલે મોક્ષપ્રાપ્તિના આશીર્વાદ આપ્‍યા હતાં. અને એ આશીર્વાદ મેળવી સૌ શિષ્યોએ પરમાનંદનો અનુભવ કર્યો હતો.


આ યોગાવધિ ભવનમાં દરેક દર્શનાર્થી મુમુક્ષોએ ક્ષમા યાચના ભાવથી પ્રવેશ કરવાનો હોય છે અને માત્ર દર્શન કરતાં કરતાં ક્ષમા યાચના જ કરવાની છે, કે જેથી સદ્‍ગુરુ કૃપા હંમેશા શિષ્યો પર કાયમ રહે અને શિષ્‍યનાં આત્‍માનું કલ્યાણ થાય. આ યોગાવધિભવનમાં દ્રષ્ટાંતસહ યોગ અને ઘ્‍યાન વિશે સંક્ષિપ્તમાં પરિચય આપવામાં આવ્‍યો છે.

અષાઢ સુદ પૂનમ એવમ્ ગુરુપૂર્ણિમા ૨૦૬૭ ના પવિત્ર દિવસે પરમ પૂજય ગુરુદેવ જયવર્ધન મહારાજશ્રીએ આ “યોગાવધિ ભવન” મુમુક્ષુજનો માટે મોક્ષાર્પણ કરીને ધન્‍યતા અનુભવી. દર્શનાર્થીઓને આત્‍માની શાંતિ માટે આ તીર્થ “ક્ષમા મંદિર” ,”મોક્ષાનુભૂતિ મંદિર” છે. પ્રેમ, શ્રઘ્‍ધા અને શરણાગતિના સમર્પિત ભાવથી “ક્ષમા” માગી “મોક્ષ” પામો.
પ્રણવભવન
“પ્રણવભવન” વલ્લભાશ્રમનું એક એવું દર્શન - વિહાર છે કે જેના દર્શનથી સમગ્ર બ્રહ્માંડની ઉત્‍પતિ કરનાર પ્રણવ ૐકાર શું છે? તેનું જ્ઞાન - વિજ્ઞાન શું છે? પ્રણવ ૐકારની કઈ કઈ અને કેટલી માત્રા છે? દરેક માત્રામાં કોનું કોનું સ્‍થાન છે? સર્વશ્રેષ્ઠ સ્‍થાન કયું છે? આત્મા શું? પરમાત્‍મા શું છે? આત્‍માનું મૃત્‍યુલોકમાં (જગતમાં) અવતરણ અને મોક્ષગમન કઈ રીતે થાય છે? તેનો સમગ્ર પરિચય કરાવતો આ પ્રણવ ૐકારનો નકશો બનાવનાર કોણ કોણ મહાન સમર્થ પુરુષો છે? પ્રણવ ૐકારનો નકશો કેટલી આવૃતિમાં તૈયાર થયો? અને છેલ્લી સંપૂર્ણ પ્રણવ ૐકારના જ્ઞાનની આવૃતિ કોણે બહાર પાડી તેનો સંપૂર્ણ ખ્‍યાલ પ્રણવભવનના દર્શનથી આવશે. ખરેખર દરેક દર્શનાર્થી માટે પ્રણવભવનનું દર્શન એક અલૌકિક લ્‍હાવો છે.


આ પ્રણવભવનમાં દરેક દર્શનાર્થીઓને પ્રણવ - ૐકારની સંક્ષિપ્ત સમજણ મોટા પડદા પર દ્રશ્‍ય - શ્રાવ્‍ય સાધન દ્વારા પણ આપવામાં આવે છે.
શ્રી સુમિત્રાબા સ્‍મૃતિ વિહાર
વલ્લભાશ્રમનું ચોથું અદ્વિતિય દર્શન વિહારનું દર્શન સ્‍થળ “સુમિત્રાબા સ્‍મૃતિ વિહાર” છે. પરમ પૂજય યોગેશ્વર સદ્‍ગુરુશ્રી રમુજીલાલના મોક્ષગમન પછી પણ પૂરા ૩૬ વર્ષ સુધી અવિરતપણે મોક્ષધર્મ અને મોક્ષધર્મ પરિવાર માટે સેવા કાર્યની અખંડ જયોત જલતી રાખવાનો યશ માત્ર ને માત્ર વલ્લભ માનવોઘ્‍ધારક મંડળ, અનાવલના આદ્યસ્‍થાપક, મોક્ષમાર્ગ ધર્મના પ્રેરણામૂર્તિ અને મંડળના પ્રથમ પ્રમુખ પરમ પૂજય શ્રી સુમિત્રા બાને ફાળે જાય છે અને તેઓ સાચા અર્થમાં જગદંબાના શક્‍તિ સ્‍વરૂપ હતા તેની અનુભૂતિ થાય છે. પરમ પૂજય “સુમિત્રા બા” એ સતત ૩૬ વર્ષ સુધી મોક્ષમાર્ગ ધર્મના રક્ષણહાર રૂપે કરેલ મૂક્‍સેવા કદી ભુલાશે નહિ. યોગમાં સ્ત્રીશક્‍તિને માઘ્‍યમ તરીકે શ્રેષ્ઠ યોગશક્‍તિ ધારણ કરનાર માઘ્‍યમ માનેલ છે. સ્ત્રી શાસનકર્તા તરીકે અથાર્ત ઉચ્‍ચકોટિ આઘ્‍યાત્‍મ જ્ઞાનને મોક્ષ મેળવવાના સામર્થ્‍યની બાબતમાં પુરુષ કરતાં સહેજે ઉતરતી નથી, તે પૂજય સુમિત્રાબાએ તેમના ધર્મમય અને પવિત્ર જીવનથી પુરવાર કર્યું છે. ભરયુવાન વયે સંયમી રહીને પતિના અધૂરા રહેલા કાર્યોને અથાગ પરિશ્રમ વેઠી પૂર્ણ કર્યા અને મોક્ષમાર્ગ ધર્મની કીર્તિને ઝળહળતી રાખી.

“સીતારામ, રાધાકૃષ્‍ણ, લક્ષ્મીનારાયણ બોલાય છે
અવશ્‍ય નારીની સહાયથી જ, યોગી મહાયોગેશ્વર થાય છે”


પૂરા ૩૬ વર્ષ સુધી પરમ પૂજયશ્રી સુમિત્રા બા પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલનો ખાલીપાનો અનુભવ થવા દીધો નથી. એમના સેવા કાર્યકાળ દરમ્‍યાન વલ્લભાશ્રમના વિકાસ કાર્યો, આઘ્‍યાત્‍મિક કાર્યો, ઉત્‍સવો, યોગ - પ્રયોગ, ભાગવત પારાયણ અને પંચામૃત મહોત્‍સવ આજે પણ આપણી દ્રષ્ટિ આગળ દ્રશ્‍યમાન થયા કરે છે. એટલું જ નહીં પણ પરમ પૂજય બાના સેવાકાર્ય કાળ દરમ્‍યાન આપણને યાને મોક્ષધર્મ પરિવારને મોક્ષધર્મની વ્‍યાસગાદીને દીપાવનાર પરમ પૂજય ગુરુદેવ શ્રી જયવર્ધન મહારાજશ્રી પ્રાપ્ત થયા. તે મોક્ષધર્મ અને મોક્ષધર્મ પરિવારનું અહોભાગ્‍ય છે.


“શ્રી સુમિત્રાબા સ્‍મૃતિવિહાર” એટલે પરમ પૂજયશ્રી સુમિત્રાબાએ મોક્ષધર્મ માટે આપેલી અદ્વિતિય સેવા કાર્યની એક ઝલક.

આવા આપણા ધર્મમાતૃશ્રીની પવિત્ર યાદમાં “સુમિત્રાબા સ્‍મૃતિ વિહાર” સમગ્ર વિશ્વ માટે પ્રણવાધિવક્‍તા મોક્ષમાર્ગાચાર્ય સદ્‍ગુરુશ્રી રમુજીલાલ મોક્ષ સંવત્‍સરી સુવર્ણવર્ષ “સંવત ૨૦૬૭ પોષવદ છઠથી સંવત ૨૦૬૮ પોષવદ છઠ” ના અંતિમ દિને તા. ૧૪-૦૧-૨૦૧૨ શનિવારે ખુલ્લું મુકવામાં આવ્‍યું.
ધર્મ મહોત્‍સવ
નિયમિત વાર્ષિક ધર્મ મહોત્‍સવ :
વલ્લભ સંવત્‍સરી મહોત્‍સવ
  • ચૈત્ર વદ બારસના પવિત્ર દિને પરમ પૂજય સદ્‍ગુરુશ્રી વલ્લભરામનો મોક્ષ સંવત્‍સરીનો દિવસ વિવિધ કાર્યક્રમો દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.
ગુરુપુર્ણિમા મહોત્‍સવ
  • અષાઢ સુદ - પુર્ણિમાના મંગલ દિને ગુરુશિષ્‍યના અદ્વિત્‍ય મહિમાને યાદ કરાવતો ગુરુ-પૂર્ણિમા યા વ્‍યાસ પૂર્ણિમાનો ધર્મ ઉત્‍સવ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી આનંદ - ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.
પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલ જન્‍મોત્‍સવ
  • આસો સુદ - એકમના દિને પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલનો જન્‍મ દિવસ વિવિધ કાર્યક્રમોના આયોજન દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.
પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમૂજીલાલ સંવત્‍સરી મહોત્‍સવ
  • પોષ વદ - છઠના મંગલદિને પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલનો મોક્ષ સંવત્‍સરીનો દિવસ વિવિધ કાર્યક્રમો દ્વારા આનંદ ભેર ઉજવવામાં આવે છે.

  • દરેક ઉત્‍સવની શરુઆત વ્‍યાસ પિઠિકાની સ્‍થાપન વિધિથી કરવામાં આવે છે સ્‍થાપન વિધિ સંપન્ન્‌ થયા પછી આરતી - સ્‍તુતિ - બાવની - ધૂન તેમજ ભજન તથા ઘ્‍યાનનો કાર્યક્રમ રહે છે.
  • દરેક ઉત્‍સવ વખતે દિવસ દરમ્‍યાન અખંડ ધૂન (સવા કલાક) અથવા પ્રણવ દર્શનનો કાર્યક્રમ રહે છે.
  • દરેક ઉત્‍સવ દરમ્‍યાન સદ્‍ગુરુશ્રીની પાદૂકા પૂજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. તેમજ રાત્રે સત્‍સંગનો કાર્યક્રમ રહે છે.
  • ખાસ વિશેષ ધર્મમહોત્‍સવ દરમ્‍યાન પરમ પૂજય મહારાજશ્રીની આજ્ઞાનુસાર આઘ્‍યાત્‍મિક ઘ્‍યાન - પ્રયોગના કાર્યક્રમનું પણ આયોજન થાય છે.
  • કોઇક ઉત્‍સવમાં મોક્ષધર્મ બાળસંસ્કાર કેન્દ્રોના બાળયોગીઓનો સાંસ્‍ક્‍ૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

વિશિષ્ટ ઉત્‍સવો
  • વલ્લભ મોક્ષધર્મ દીક્ષા શતાબ્‍દી મહોત્‍સવ
  • ૐકારેશ્વર મંદિર શતાબ્‍દી મહોત્‍સવ
  • પંચામૃત મહોત્‍સવ
  • પ્રણવાધિવક્‍તા મોક્ષમાર્ગાચાર્ય સદ્‍ગુરુશ્રી રમુજીલાલ જન્‍મ શતાબ્‍દી મહોત્‍સવ.
કાર્યક્રમો
  • યોગ સાધના શિબિરો
  • ભજન શિબિર
  • શિક્ષાપત્રી શિબિર
  • બાળસંસ્કાર શિબિર
  • સત્‍સંગકાર શિબિર
  • ગુરુમંત્ર ઘ્‍યાન યોગ શિબિર
  • પ્રાણાયામ શિબિર
  • વાનપ્રસ્‍થ શિબિર
  • સંગીતકાર શિબિર
  • સુરક્ષા શિબિર
  • કર્મયોગી શિબિર
  • વ્‍યાસ - શુક સંવાદ પારાયણ સપ્તાહ
  • દર પૂનમે વલ્લભાશ્રમ મઘ્‍યે સત્‍સંગ મંડળનું આયોજન
  • ભજન કીર્તન કાર્યક્રમ
  • મહાભારત પઠન
  • શતચંડી તથા મહારુદ્ર યજ્ઞો
  • અનુષ્ઠાનો - પ્રયોગો
  • તબીબી શિબિરો
  • નાટય - નૃત્‍ય - કલા શિબિર
  • વિના મૂલ્‍યે વસ્ત્ર વિતરણ કાર્યક્રમ
  • જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય
  • અતિવૃષ્ટિ - અનાવૃષ્ટિ - ભૂક્‍ંપગ્રસ્ત્રોને આર્થિક સહાય
  • કાયમી દવાખાનાની સુવિધા
  • રાહત દરે ચશ્‍મા વિતરણ કાર્યક્રમ
  • નેત્રયજ્ઞ
  • પ્રણવ ૐકાર જ્ઞાન વિજ્ઞાન શિબિર
  • વલ્લભ રમુજી પ્રણવ દર્શન વાન દ્વારા અલૌકિક ધર્મ સંદેશનો પ્રચાર - પ્રસાર
આચાર સંહિતા - વલ્લભાશ્રમ
  • આશ્રમ એ આત્મોન્નતિ મોક્ષપ્રાપ્તિ માટેનું પવિત્ર સ્‍થળ છે. ધર્મજીજ્ઞાસુ ભાઇ બહેનોએ આશ્રમને મન, વચન, કર્મ અને કાયાથી પવિત્ર રાખવા વિનંતી છે.
  • આશ્રમની નિરવ શાંતિ, ઉચ્‍ચત્તમ સ્‍વચ્‍છતા, અનોખી અનુપમ ભવ્‍યતામાં મદદ કરવા યાત્રિકોને નમ્ર વિનંતી છે. આશ્રમમાં પાન - મસાલા, ગુટકા, તમાકુ કે બિડી - સિગારેટ અને મદ્યપાનના સેવનનો નિષેધ છે.
  • સાધકે ભોજન માટે સવાર - સાંજ નીચેના સમય પહેલાં ભોજન પાસ મેળવી લેવો જરૂરી છે. સમય સવારે ૧૦.૦૦ કલાક અને સાંજે ૪.૦૦ કલાક પહેલા ભોજન પાસ લઇને રસોડાના નિયમ મુજબ ભોજન લેવાનું રહેશે.
  • મોક્ષધર્મના જ્ઞાનસંબધી સાહિત્‍ય, ફોટા ખરીદી કે અન્‍ય જાણકારી માટે કાર્યાલયનો સંપર્ક કરવો.
  • રાત્રિ નિવાસ માટે કાર્યાલયમાં મેનેજરનો સંપર્ક સાધવો, આપ જયારે રૂમ ખાલી કરો ત્યારે મેનેજરને અચુક જાણ કરવા નમ્ર વિનંતી છે.
  • ઉદાર ભાવનાશીલ સાધકોએ ઓફિસમાં ધર્મદાન આપી રસીદ મેળવી લેવી.
  • આશ્રમમાં નિવાસ દરમ્‍યાન આપનો સમય લૌક્‍ક્‍િ કે માયિક વાતોમાં બરબાદ ન કરતા આપના ઇષ્ટદેવની સાધના, આરાધના કે ઉપાસનામાં વ્‍યતિત થાય એવી આગ્રહ ભરી વિનંતી છે.
  • વલ્લભાશ્રમ એ ધર્મક્ષેત્ર છે. અહીં સ્‍મારક, યોગાવધિભવન, પ્રણવભવન, ગુરુકૂળનિવાસ, સ્‍ક્‍ૂલ કે અન્‍ય સ્‍થળમાં ટ્રસ્‍ટી મંડળની પૂર્વ મંજૂરી મેળવ્‍યા બાદ જ કોઇપણ કાર્યક્રમનું આયોજન કરવા વિનંતી.
  • વલ્લભાશ્રમમાં ઉજવતા તમામ ઉત્‍સવો દરમ્‍યાન ધર્મપ્રેમી ભાઇ - બહેનોને સમયસર સહભાગી બનવા વિનંતી.
  • આપણે સૌ ધર્મબંધુ આત્‍મશાંતિ અને વિશ્વબંધુત્‍વ, અખંડિતતા, ઐક્‍યતાના માનવ - કલ્યાણના યજ્ઞમાં પ્રવૃત્ત થઇ પ્રભુત્‍વ પ્રાપ્ત કરીએ એજ અભ્‍યર્થના સહ...
આચાર સંહિતા - વલ્લભ રમુજી પ્રણવ દર્શન સ્‍મારક
વલ્લભ રમુજી પ્રણવ દર્શન સ્‍મારકની પવિત્રતા, દિવ્‍યતા અને ભવ્‍યતા જાળવવા માટેની નીચેની આચાર સંહિતા જાળવવા વિનંતી.

  • સ્‍મારક એ મંદિર નથી અહીં દીપ પ્રાગટય અને શ્રીફળ વધેરવું નહીં.
  • સ્‍મારકમાં માત્ર આઘ્‍યાત્‍મિક પ્રવૃતિ કરવા વિનંતી, સાંસ્‍ક્‍ૃતિક તેમજ સામાજીક પ્રવૃતિ કરવી નહિ.
  • સ્‍મારકમાં આવનાર દરેક વ્‍યક્‍તિ માટે પાન, ગુટકા, બીડી - સિગારેટ કે મદ્યપાન જેવા વ્‍યસનનો નિષેધ છે.
  • સ્‍મારકમાં આવનાર દરેક વ્‍યક્‍તિએ પવિત્રતા, સ્‍વચ્‍છતા અને શાંતિ જાળવવી. સ્‍મારકમાં કોઇપણ વસ્‍તુને નુકશાન ન કરતા હૃદયસ્‍પર્શી જાળવણી કરવી એ આપણા સૌની આઘ્‍યાત્‍મિક ફરજ છે.