પરિચય

(शार्दूल विक्रीडित)
आदौ ‘वेदमहर्षिव्यास’ जननं, मेरौ तपश्‍चारणम्
‘धोळावल्लभ’ निर्मलायुति कृतं, पश्चात् पराम्बाचॅनम् ।
चक्रे यो गिरिनारपर्वततले, चान्ते तृतीये भवे
योगं वै विमलात्मसिद्धिप्रथितं, तं ‘वल्लभं’ संस्तुम: ।।

અથાર્ત : પ્રથમ વરખ રાશિના જન્‍મમાં જેમણે મેરૂ પર્વત ઉપર તપ કર્યું, જેમણે બીજા અવતારમાં એજ રાશિથી જન્‍મ ગ્રહણ કર્યો અને પરામ્‍બા (દેવી) નું અર્ચન કર્યું. જેમણે ત્રીજા જન્‍મમાં ગિરનાર પર્વત ઉપર વરખરાશિના નામને માટે નિર્મલતાદાયક એવા યોગની સાધના કરી, તે મહાસમૃઘ્‍ધવિભૂતિ એવા સદ્‍ગુરુશ્રી વલ્લભરામની અમો સ્‍તુતિ કરીએ છીએ.


(अनुष्टुप्र)
कुम्‍भराशिस्‍थवर्णेन कृपया शडकरस्‍य भो: ।
कल्याणायात्रलोकानामवतारं बभार यः ।।
वैराग्‍यमूर्ति र्य : साक्षत् परंब्रह्मणि यो रतः ।
योगसिद्धेर्मर्मवेत्ता वेदान्‍त सर्व मर्मवित् ।।
संपूजयं तं दयासिन्‍धुं प्रसन्नमनं सदा ।
गुरुं रमूजीलालं तं प्रेमपूर्वं वयं नताः ।।

અથાર્ત : શ્રી પરમશિવ શંકરની કૃપાથી કુંભરાશિના વર્ણમાં લોકોના કલ્યાણ માટે જેમણે અવતાર ધારણ કર્યો જેઓ સાક્ષાત્ર વૈરાગ્‍યની મૂર્તિ છે, પરમબ્રહ્મમાં નિરત છે, યોગ - સિઘ્‍ધિના મર્મને જાણનાર છે, વેદાન્‍તના રહસ્‍યને જાણનાર છે, તે સંપૂજનીય દયાસિન્‍ધુ પ્રસન્ન્‌ચિત્ત પરમશિવ - પરમયોગેશ્વર મોક્ષમાર્ગાચાર્ય સદ્‍ગુરુશ્રી રમુજીલાલને અમો પ્રેમપૂર્વક પ્રણામ કરીએ છીએ.


આપણા મોક્ષમાર્ગ ધર્મ પરિવાર - મુમુક્ષુજનોનું પ્રથમ તીર્થક્ષેત્ર - મહાવિભૂતિ સદ્‍ગુરુશ્રી વલ્લભરામ તથા સદ્‍ગુરુશ્રી રમુજીલાલના જન્‍મસ્‍થળ (પ્રાગટય તીર્થ).

સદ્‍ગુરુશ્રી વલ્લભરામ સંવત ૧૯૦૧ શ્રાવણવદ-૮ મઘ્‍યરાત્રિએ ૧૨ કલાકે પિતાશ્રી સૂર્યરામના ગૃહે અને માતૃશ્રી હરકોર માતાના કૃક્ષિથી પ્રગટ થયા.

સદ્‍ગુરુશ્રી રમુજીલાલ પૂર્વભવોના વચનબંધનના નિમિત્તે સંવત ૧૯૬૩ આસો સુદ-૧ મઘ્‍યાન્‍હે (બપોરે) ૧૨.૦૫ કલાકે પિતાશ્રી સદ્‍ગુરુશ્રી વલ્લભરામના પવિત્ર આઘ્‍યાત્‍મિક ગૃહે માતૃશ્રી ડાહીબાના કુક્ષિથી પ્રગટ થયા.

આ બન્ને મહા - સત્‍પુરુષોએ અનેક ઋષિમુનીઓના, રાજશ્રીઓના, બ્રહ્મર્ષિઓના અને સામાન્‍ય શ્રઘ્‍ધાળુ, પ્રેમાળ, નિર્મળ મુમુક્ષુઓના આત્‍મ કલ્યાણર્થે આ તીર્થક્ષેત્રમાં જન્‍મયા, ઉછર્યા અને અકલ્પનિય - અલૌકિક જ્ઞાન - ઘ્‍યાન - યોગાદિ કર્મ કર્યા અને કરાવ્‍યા.

વિભૂતિ વિહારમાં આ બનેં મહાપુરુષોના સ્‍મૃતિ ફોટોગ્રાફસ, હારમોનિયમ, ટેપરેકોર્ડર, સાયકલ, વ્‍યાસગાદી, જીમ્‍નેશિયમના સાધનો વગેરે દર્શન માટે મુકવામાં આવ્‍યા છે. આ વિભૂતિ વિહારના પવિત્ર સ્‍થળનું ઉદઘાટન તા. ૨૩-૦૯-૨૦૦૬ ને શનિવારના દિવસે સદ્‍ગુરુશ્રી રમુજીલાલ જન્‍મ શતાબ્‍દીના શુભારંભ પ્રસંગે કરવામાં આવ્‍યું હતું. વિભૂતિ - વિહાર એક આઘ્‍યાત્‍મિક તીર્થધામ છે.

આ પરમપદનિવાસી પરમબ્રહ્મનિષ્ઠ જ્ઞાનદાતા સદ્‍ગુરુશ્રી વલ્લભરામ અને પરમયોગી - પરમશિવ - પરમયોગેશ્વર પ્રણવાધિવક્‍તા મોક્ષમાર્ગાચાર્ય સદ્‍ગુરુશ્રી રમુજીલાલના પ્રણવ ૐકારરૂપી વિભૂતિ વિહારના પરમ શિવાલયમાં વિહાર કરીને અખંડ સુખની પ્રાપ્તિ અને સદા દુઃખની નિવૃત્તિ લઇને મોક્ષનુભૂતિ કરીએ.

વિભૂતિ વિહાર આચાર સંહિતા
વિભૂતિ વિહાર ,પખાલી પોળ, રાયપુર દરવાજા, અમદાવાદ, દર્શન માટેની આચાર સંહિતા દરેક દર્શનાર્થીએ પાળવા વિનંતી.
 • સદ્‍ગુરુશ્રી વલ્લભરામ અને સદ્‍ગુરુશ્રી રમુજીલાલ વ્‍યાસના જીવનકાળને સ્‍પર્શતી સિઘ્‍ધ ચીજ - વસ્‍તુઓ તથા ફોટોગ્રાફસનું અમૂલ્‍ય દર્શન અહીં જોવા મળશે.
 • દર્શન દર પૂનમના દિવસે તથા દિવાળીના સમયે પંદર દિવસ (કારતક સુદ એકમથી કારતક સુદ પૂનમ દરમ્‍યાન) ખુલ્લુ રહેશે.
 • ૐકારેશ્વર મંદિર, વલ્લભવાડી મણીનગર મઘ્‍યે ઉજવાતા આઘ્‍યાત્‍મિક ઉત્‍સવોના દિવસે આ વિભૂતિ વિહાર ખુલ્લુ રહેશે. નક્‍ક્‍ી કરેલ દિવસે નીચે મુજબના સમયે દર્શન થઇ શકશે.
 • સવારે-૧૦.૦૦ વાગ્‍યાથી બપોરે ૧.૦૦ વાગ્‍યા સુધી
 • બપોરે-૨.૦૦ વાગ્‍યાથી સાંજે ૫.૦૦ વાગ્‍યા સુધી
 • દર્શનાર્થીઓએ કોઇપણ ચીજ વસ્‍તુ કે ફોટોગ્રાફસને અડવું નહીં.
 • દર્શનાર્થીઓએ ફોટા પાડવા કે વિડીયો શુટીંગ કરવું નહીં.
 • કોઇપણ ચીજ વસ્‍તુ, ફોટોગ્રાફ કે મૂર્તિઓને ફૂલ ઇત્‍યાદિ ચઢાવવું નહિં. તેમજ ભેટ, સોગાદ કે પ્રસાદી મૂકવી નહીં.
 • દર્શન મુલાકાત દરમ્‍યાન સંપૂર્ણ શાંતિ જાળવવી. વાણી વર્તન અને વ્‍યવહારમાં વિવેક જાળવવો.
 • દર્શન માટેના ઉપર જણાવ્‍યા પ્રમાણે વાર અને સમય સિવાય કોઇપણ વ્‍યક્‍તિને વિભૂતિ વિહારમાં પ્રવેશ મળશે નહીં.
 • વિભૂતિ વિહારના દર્શનાર્થીઓએ વિભૂતિ વિહારની આજુ બાજુમાં આવેલ રહેવાસીઓને ખલેલ ન પહોંચે તે રીતે શાંતિ જાળવવી, ગંદકી કરવી નહીં.
 • વિભૂતિ વિહારમાં બૂટ - ચંપલો તથા ચામડાની વસ્‍તુ (કમર બેલ્‍ટ, પર્સ વગેરે) અંદર લઇ જવા નહીં.
 • વિભૂતિ વિહારમાં અને એના પાંચ ફૂટના પરિસરમાં પાન, બીડી - સિગરેટ અને તમાકુ યા ગુટખાનું સેવન કરવું નહીં.
 • વિભૂતિ વિહારમાં આવેલ દરેક ખંડમાં પવિત્રતા, સ્‍વચ્‍છતા અને શાંતિ જાળવવી. આ પવિત્ર સ્‍થળમાં નુકશાન ન કરતા હૃદયસ્‍પર્શી જાળવણી કરવી એ આપણી સૌની આઘ્‍યાત્‍મિક ફરજ છે.