વેબસાઈટના ઉપયોગ માટે આજ્ઞાબોધ
સુજ્ઞ વાચક...
જય પરમાત્મા
વલ્લભ માનવોઘ્ધારક મંડળ, અનાવલ દ્વારા સંચાલિત www.mokshmargdharm.org વેબસાઈટ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આ વેબસાઈટ પરમ પૂજ્ય સદ્ગુરુશ્રી વલ્લભરામ તથા પરમ પૂજ્ય સદ્ગુરુશ્રી રમુજીલાલ દ્વારા સમજાવવામાં આવેલ મોક્ષમાર્ગ ધર્મના અમૂલ્ય જ્ઞાનને સરળ રીતે ધર્મ જીજ્ઞાસુ મોક્ષેચ્છુઓ સુધી પહોંચાડવાનો નિર્મળ પ્રયાસ છે. આ વેબસાઈટ મોક્ષમાર્ગ ધર્મ સમાજનાં દૂર દૂર રહેલ મોક્ષમાર્ગી ભાઈઓ-બહેનોને માહિતીના આદાન-પ્રદાન માટે ઉપયોગી થઇ રહી છે. આ વેબસાઈટના ઉપયોગ દરમ્યાન નીચે આપેલ બાબતો ધ્યાનમાં રાખશો એવી નમ્ર વિનંતી છે.
૧. આ વેબસાઈટનો મુખ્ય ધ્યેય મોક્ષેચ્છુઓના આધ્યાત્મિક ઉત્થાનનો છે, અહી આપવામાં આવેલ માહિતી જેમ કે ફોટાઓ, લખાણ, ભજનો, વિડીઓ, પુસ્તિકાઓ ઈત્યાદીને વિવિધ સોસીયલ મીડિયા જેમ કે ફેસબુક, યુ-ટુબ, ટવીટર, વગેરે તથા અન્ય વેબસાઈટ ઉપર મોકલવું વર્જિત છે.
૨. પરમ પૂજ્ય સદ્ગુરુશ્રીઓના ફોટાઓ તથા અન્ય આધ્યાત્મિક ફોટાઓની ગરિમા અને પવિત્રતા જળવાય એ હેતુથી આવા ફોટાઓને મોબાઈલ/ટેબલેટ ઉપર વોલપેપર તરીકે રાખવું વર્જિત છે.
૩. પ્રશ્નોતરી વિભાગ – આ વિભાગ મોક્ષેચ્છુઓની આધ્યાત્મિક જીજ્ઞાસા સંતોષવામાં ઉપયોગી થશે. અહી આપના સામાજિક કે માયિક પ્રશ્નો નહિ પૂછતા, ફક્ત મોક્ષમાર્ગ ધર્મ તથા આધ્યાત્મિક ભક્તિ વિશેના પ્રશ્નો પૂછશો એવી નમ્ર અરજ છે. આપશ્રીના પ્રશ્ન યોગ્ય જણાશે તો ગુરુઆજ્ઞા અનુસાર ઉત્તર અવશ્ય આપવામાં આવશે.
૪. પૂજ્ય સદ્ગુરુશ્રીઓ રચિત પુસ્તિકાઓમાં આપના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ અવશ્ય મળશે. આપશ્રીના વિવિધ પ્રશ્નો માટે નીચે જણાવેલ પુસ્તિકાઓનું વાંચન કરી જરૂરી માર્ગદર્શન મેળવવા નમ્ર અરજ છે.
માહિતી | પુસ્તિકા |
ઉપદેશ બાદ પાળવાના નિયમોની માહિતી | વલ્લભ શિક્ષાપત્રી |
નિત્ય નિયમ તથા પૂજન વિધિ | રમુજી સ્મૃતિ ભાગ ૧ |
યોગ પ્રયોગના નિયમો | પ્રયોગની સમજુતી |
યંત્ર પૂજનના નિયમો | યંત્ર પૂજન વિધિ |
વિવિધ યોગ-પ્રયોગો દરમ્યાન મળેલ આધ્યાત્મિક વસ્તુઓના પૂજન વિશે | વરદાન |
વિવિધ તિથિઓ તથા મૂહુર્તો | શ્રી મોક્ષમાર્ગી પંચાંગ |
૫. વેબસાઈટ ઉપર આપવામાં આવેલ માહિતી ઝડપથી અને સહેલાઈથી સમજી શકાય એ માટે ટુંકાણમાં આપેલ છે. મોક્ષમાર્ગ ધર્મ, પ્રણવ ૐકાર તથા માનવ જીવનને ઉપયોગી એવા વિવિધ વિષયોને ઊંડાણમાં સમજવા માટે વ્યાસ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત સદ્ગુરુ શ્રી વલ્લભરામ તથા સદ્ગુરુ શ્રી રમુજીલાલ રચિત વિવિધ ગ્રંથોનું વાંચન કરવું આવશ્યક છે.
૬. આપશ્રીના વેબસાઈટ વિશેના સૂચનો, પ્રશ્નો તથા આપશ્રી વેબસાઈટ માટે કોઈ યોગદાન આપવા ઈચ્છતા હો તો [email protected] ઉપર ઈ-મેલ મોકલી શકો છો. આપના સૂચનો વેબસાઈટને ઉત્તમ બનાવવામાં ઉપયોગી થશે.
પરમ પૂજ્ય સદ્ગુરુશ્રી વલ્લભરામે કહ્યું છે કે, “ભા ! મેં જે મોક્ષધર્મ બતાવ્યો છે તે સત્ય સનાતન છે અને એના આદ્યસ્થાપક શ્રી વિશ્વેશ્વર નારાયણ છે. આ દિવ્ય ધર્મને તમારા આત્માથી અધિક ગણી કેવળ શ્રઘ્ધા અને પ્રેમથી પાળજો અને તેનો પ્રસાદને પ્રચાર કેવળ નમ્ર અને વિનયી બની કરજો. વળી મોક્ષ ધર્મ સમજાવતાં સાદીને સરળ ભાષાનો ઉપયોગ કરજો કે જેથી દરેક મનુષ્યન સમજી શકે અને તેમને મુસીબત ન પડે” પરમ પૂજ્ય સદ્ગુરુશ્રીની આ આજ્ઞા સંપૂર્ણ રીતે પાળીને સાચા મોક્ષમાર્ગી બની આત્મકલ્યાણ કરવામાં આ વેબસાઈટ સહુને ખુબ ઉપયોગી નીવડે એવી અભ્યર્થના સહ...
ટેકનિકલ સમિતિ, વલ્લભ માનવોઘ્ધારક મંડળ, અનાવલ ના જય પરમાત્મા