માનવ જીવન ઉત્‍થાન


માનવ જીવનના ઉત્‍થાનમાં ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મહત્‍વનો ભાગ ભજવે છે. જેમણે પોતાના જીવનને ધર્મમય બનાવ્‍યું, જેમણે સંસાર યા માયામાં રહેવા છતાં પ્રભુને લક્ષમાં રાખ્‍યા અને જેમણે મંત્રોમાં શ્રેષ્ઠ એવા પ્રણવમંત્ર દ્વારા સાધના ઉપાસના કરી શ્રેષ્ઠ મુક્‍તિ એવી સાયુજય મુક્‍તિ યા મોક્ષની પ્રાપ્તિ કરી છે તેવા જીવનને જ માનવ જીવનનું શ્રેષ્ઠ ઉત્‍થાન કહ્યું છે.


ઉપરોક્‍ત ચારે પુરુષાર્થ કઈ રીતે સિઘ્‍ધ થઇ શકે તેનું જ્ઞાન - વિજ્ઞાન અને સંસ્કાર કેળવણી માત્ર સદ્‍ગુરુના શરણમાં અને તેમની કૃપા દયાથી જ પ્રાપ્ત થાય છે. આપણું અહોભાગ્‍ય છે કે આપણને સદ્‍ગુરુશ્રી વલ્લભરામ પ્રાપ્ત થયા અને એ સદ્‍ગુરુની કૃપાથી જ આજ દિન સુધી વલ્લભાશ્રમમાં સામાજિક અને આઘ્‍યાત્‍મિક પ્રવૃતિ દ્વારા માનવજીવનના ઉત્‍થાનનું મહાન કાર્ય થઇ રહ્યું છે અને સાચે જ જેમણે વલ્લભાશ્રમની માનવ જીવન ઉત્‍થાનની પ્રવૃત્તિનો લ્‍હાવો લીધો છે તેઓ પોતાનાં જીવનમાં આમુલ પરિવર્તન લાવી પ્રગતિ અને વિકાસ સાધી શક્‍યા છે.

વ્‍યસન મુક્‍તિ, સદાચારી જીવન અને ચારિત્ર્ય ઘડતર
સાચા અર્થમાં દરેક વ્‍યક્‍તિએ માનવ બનવું હોય તો તેમણે કોઇ પણ પ્રકારના દુર્વ્‍યસનથી મુક્‍ત રહી નિર્વ્‍યસની જીવન જીવવું જોઇએ અને આવું વ્‍યસન મુક્‍ત જીવન જીવવા માટેની શ્રેષ્ઠ સંસ્કાર - કેળવણી માત્રને માત્ર વલ્લભાશ્રમ દ્વારા આપવામાં આવી રહી છે તે સમગ્ર ધર્મ સમાજનું સદભાગ્ય છે.


ગુજરાત અને ગુજરાત બહાર મહારાષ્ટ્ર અને રાજસ્‍થાનનાં ભીલવાડા જેવા ઉંડાણનાં ગામડાઓમાં વલ્લભાશ્રમ અનાવલનાં માર્ગદર્શન હેઠળ સત્‍સંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે સત્‍સંગમાં માનવ જન્‍મનો હેતુ, વ્‍યસનમુક્‍તિ, જીવન જીવતાં શીખો, શિષ્‍ય ધર્મ અને સદ્‍ગુરુ મહિમા જેવા વિષયો પર સત્‍સંગ કરવામાં આવે છે. એટલુ જ નહીં પણ દુર્વ્‍યસનથી થતું આરોગ્‍યને નુકશાન અને તેનાથી થતા જીવલેણ રોગોથી માહિતગાર કરવા પ્‍લોટ પ્રદર્શન યોજવામાં આવે છે.

આમ ઉપરોક્‍ત જણાવ્‍યા પ્રમાણે સત્‍સંગના શબ્‍દોનું શ્રવણ કરી, પ્રદર્શન નિહાળી હજારો લોકોનાં જીવનમાં પરિવર્તન આવ્‍યું છે. અને તેઓએ મંત્રોપદેશ સદ્‍ગુરુના શરણમાં જઇ નિર્વ્‍યસની, સદાચારી અને ચારિત્ર્યમય જીવન જીવતા થયા છે.

જે દુર્વ્‍યસનમુક્‍ત હોય, અભક્ષા - ભક્ષના માંસાહારથી મુક્‍ત હોય, જે પરસ્ત્રીને માતા સમાન પૂજય ભાવે જોતા હોય, નિરાભિમાની અને અહિંસા પ્રેમી હોય, જેમનામાં સત્‍યનું આચરણ હોય અને જેમની વાણી વર્તનમાં વિનય, વિવેક તેમજ પ્રેમ હોય તે જ વ્‍યક્‍તિ સદાચારી અને ચારિત્ર્યવાન કહેવાશે.

ઉપરોક્‍ત માનવ જીવનમાં હોવા જરૂરી સાત્‍વિક મૂલ્‍યોની સ્‍પષ્ટ સમજણ વલ્લભાશ્રમ દ્વારા ગામડે તેમજ વલ્લભાશ્રમમાં તથા વલ્લભવાડી ૐકારેશ્વર મંદિર મણીનગરમાં યોજાતા સત્‍સંગ કાર્યક્રમોમાં તેમજ ઉત્‍સવો દ્વારા યોજાતા વિશેષ સત્‍સંગ અને બોધદાયક સાંસ્‍ક્‍ૃતિક કાર્યક્રમોમાં આપવામાં આવે છે. વિશેષમાં અમારા સદ્‍ગુરુશ્રીઓ આદર્શમય જીવન જીવી ગયા છે કે તેઓ સમગ્ર ધર્મ સમાજ માટે દ્રષ્ટાંતરૂપ છે.
નબળા જનસમુદાય તથા ખેતમજુરોના ઉર્ત્‍ક્‍ષના કાર્યો
આપણા દેશના આર્થિક અસમાનતાને કારણે મોટા ભાગનો સમાજ આર્થિક, સામાજિક અને ભૌતિક બાબતોમાં પછાત રહ્યો છે. કેટલાક પરિવારો પાસે રહેઠાણ માટે પૂરતુ ઘર નથી. ભોજન માટે પૂરતુ અન્ન નથી તેમજ પહેરવા માટે પૂરતાં વસ્ત્રો નથી અને કેટલાક પરિવારો બિલકુલ જમીન વિહોણા છે. તેઓ માત્ર ખેત - મજુરી કરીને ગુજરાન ચલાવે છે. વલ્લભાશ્રમ એવા પરિવારો માટે હંમેશા ચિંતીત રહે છે. આવા પરિવારોને જમીન અપાવવા તેમજ ખેતી કામમાં મદદરૂપ થવાના પ્રયત્‍નો વલ્લભાશ્રમ તરફથી થતા રહ્યા છે.


નબળા જનસમુદાય અને ખેત - મજુરના જીવન ઉર્ત્‍ક્‍ષ કાર્યોમાં વલ્લભાશ્રમ ધર્મ સમાજ હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં સાથ આપી રહ્યો છે. કેટલાક મજુરને જમીન ખેડી આપવાથી માંડીને તેમાં રોપણી જેવા કાર્યોમાં મોક્ષધર્મ સમાજનાં સેવાભાવી બંધુઓ હંમેશા મદદરૂપ થતા રહ્યા છે.

વલ્લભાશ્રમ દ્વારા પછાત વર્ગના વિકાસ માટે સરકારશ્રી તરફથી મળતી સહાય આપવાનો પણ હંમેશા પ્રયત્‍ન રહ્યો છે. કેટલાક પરિવારોનાં ઘર બનાવવાથી માંડીને તેમજ તેમનું જીવન ધોરણ ઊંચું આવે તેવા પ્રયત્‍નો પણ વલ્લભાશ્રમ તરફથી થાય છે.
કુદરતી આફત દરમ્‍યાન મદદ
જયારે જયારે ગુજરાતમાં કોઇ પણ સ્‍થળે કુદરતી આફતો આવી છે તે વખતે વલ્લભાશ્રમ હંમેશા સંકટગ્રસ્‍તની વહારે ધાયો છે. ક્‍ચ્‍છ - ભૂજ - ભૂક્‍ંપગ્રસ્‍ત પરિવારને, સુરત-વલસાડ પૂર સંકટ વખતે પુરગ્રસ્‍ત પરિવારને જીવન જરૂરિયાતની ચીજ વસ્‍તુઓ તથા ભોજન સામગ્રી (ફુડ પેકેટ) અને આવાસ બાંધવાના કાર્યક્રમો વલ્લભાશ્રમના સેવાભાવી કાર્યકર્તાની ટીમ રૂબરૂ જઇ ઉપરોક્‍ત દરેક બાબતની ઉમદા સેવા પુરી પાડી હતી. ‍‌
બાળ સંસ્કાર કેન્દ્ર
સદ્‍ગુરુ કૃપાથી વલ્લભમાનવોઘ્‍ધારક મંડળે મોક્ષમાર્ગ ધર્મ પરિવારના અંતરિયાળ વનવાસી વિસ્‍તારનાં તેમજ બીજા અન્‍ય વિસ્‍તારના બાળકોની બ્રહ્મજીજ્ઞાસારૂપી શૈક્ષણિક / આઘ્‍યાત્‍મિક સંસ્કાર કેળવણીની ભૂખ સંતોષવા માટે, બાળકોમાં રહેલા સુષુપ્ત સંસ્કારોને જાગૃત કરી તેમના ભવિષ્‍યને ઉજ્જવળ અને “વૈદિક હિન્‍દુ સંસ્‍ક્‍ૃતિના પૂજક અને રક્ષક” બનાવવાના શુભ આશ્રયથી પરમ પૂજય સદ્‍ગુરુશ્રી વલ્લભરામ અને પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલની પરમ જયોર્તિ બિન્‍દુ ઉર્જાના પૂણ્‍ય પ્રભાવ - પ્રકાશિત પ્રેરણા અને આશીર્વાદથી સૌ પ્રથમ - “મોક્ષધર્મ બાળસંસ્કાર કેન્દ્ર” ના વિચારની સ્‍ફુરણા પરમ પૂજય શક્‍તિ સ્‍વરૂપ શ્રી સુમિત્રાબાને થઇ અને એ વિચાર - કલ્પનાને સાકાર કરવા “મોક્ષધર્મ બાળસંસ્કાર કેન્દ્ર” ની ઉદઘાટન વિધિ પરમ પૂજય શ્રી સુમિત્રાબાના વરદ હસ્‍તે “વલ્લભાશ્રમ અનાવલ” મઘ્‍યે સવંત ૨૦૫૨ ના ચૈત્ર વદ અગિયારસ તા. ૧૪/૦૪/૧૯૯૬ ના રોજ સવારે ૯.૦૦ કલાકે વેદોક્‍ત વિધિસહ કરવામાં આવી, અને આજે એ “મોક્ષધર્મ બાળસંસ્કાર કેન્દ્ર” ના બાળયોગીઓનો કેવો અદભૂત પ્રભાવ મોક્ષધર્મ પરિવારમાં પડી રહ્યો છે તેનો આપણે સૌ અનૂભવ કરી રહ્યા છે.



પ્રવૃત્તિઓ
  • બાળ સંસ્કાર શિબિરો (વિભાગવાર)
  • બ્રહ્મદીક્ષા તાલીમ શિબિર
  • ચિંતન શિબિર
  • પ્રાણાયામ શિબિર
  • નિત્‍ય - નિયમ - આરતી - સ્‍તુતિ - ધૂન - પૂજન
  • માળા - ઘ્‍યાન
  • પરમ પૂજય સદ્‍ગુરુશ્રીના જીવન ઉપર કસોટીનું આયોજન
  • પ્રણવ ૐકાર જ્ઞાન - વિજ્ઞાન - સમજ
  • ઓડીયો - વિડીયો દ્વારા - જ્ઞાન કસોટીનું આયોજન
  • આઘ્‍યાત્‍મિક તીર્થોના પ્રવાસન કાર્યક્રમ
  • ઉત્‍સવો દરમ્‍યાન બાળ સંસ્કાર કાર્યક્રમો
  • સંગીત - નાટય - નૃત્‍ય તાલીમ શિબિર
  • યોગ શિક્ષણ શિબિર
  • વ્‍યાસ પબ્‍લિકેશન, અમદાવાદ પ્રકાશિત પુસ્‍તિકાઓ - વલ્લભ શિશુ જ્ઞાન પ્રકાશ ભાગ - ૧ - ૨
કૌશલ્ય ચિક્‍ત્‍સિાલય
મોક્ષધર્મ પરિવાર અને અન્‍ય ધર્મપ્રેમી તથા આદિવાસી ગરીબ વર્ગને વિનામૂલ્‍યે તબીબી સારવાર મળી રહે એ હેતુથી વલ્લભાશ્રમ અનાવલમાં વલ્લભમાનવોઘ્‍ધારક મંડળ અનાવલ સંચાલિત કાયમી ધોરણે દવાખાનાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્‍યો છે અને તેમાં જુદાં - જુદાં વિષયનાં નિષ્‍ણાંત ડોકટરો આજ દિન સુધી સેવા આપી રહ્યા છે.


આ કૌશલ્ય ચિક્‍ત્‍સિાલય માત્ર વલ્લભાશ્રમમાં જ નહીં પરંતુ વલ્લભાશ્રમ પ્રેરિત - આયોજિત જયાં જયાં ધર્મ ઉત્‍સવો યોજવામાં આવે તે સ્‍થળે પણ ફરતાં દવાખાનાનાં સ્‍વરૂપમાં લઇ જવામાં આવે છે. જેનો લાભ આજ દિન સુધી સૌને મળી રહ્યો છે.
તબીબી શિબિર
વલ્લભાશ્રમ પ્રેરિત - આયોજિત વિનામૂલ્‍યે તબીબી તપાસ અર્થે રોગ - નિદાન સેવા કેમ્‍પનું દુર એવા અંતરિયાળ આદિવાસી વિસ્‍તારમાં આયોજન કરવામાં આવે છે. જેમાં લોકોનાં આરોગ્‍યના નિદાન માટે નિષ્‍ણાંત ર્ડાકટરોની ટીમ હાજર રહે છે અને ચોક્કસ નિદાન કરી દવાઓ આપવામાં આવે છે.


વલ્લભાશ્રમમાં ઉજવાતા ધર્મ ઉત્‍સવો વખતે ચશ્‍મા શિબિરનું આયોજન કરવામાં આવે છે. અને તેમાં આંખનાં ર્ડાકટરો દ્વારા આંખની તપાસ કરી આંખના દુર તેમજ નજીકના નંબર ચેક કરી જે તે ચશ્‍માનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે.