ૐ અખંડાનંદકી જય...
ૐ પરમપદ્ નિવાસી જ્ઞાનદાતા સદગુરુશ્રી વલ્લરભરામ મહારાજ કી જય...
ૐ પ્રણવાધિવકતા મોક્ષમાર્ગાચાર્ય સદગુરુશ્રી રમુજીલાલ મહારાજ કી જય..
ૐ મોક્ષમાર્ગ ધર્મકી જય...


પરમપ્રિય મોક્ષમાર્ગ ધર્મ પરિવારના વ્હાલા ભાઈઓ અને બહેનો, સૌને જય પરમાત્મા.

“જગત જુગારે અનંત રંગો, ખેલ્યા જીવનભર બહુ જંગો;
કર્મયોગી ફળ પ્રભુને સોંપી, નિષ્કામ રહી મરવું છે.
રહી ટૂંકી જિંદગી , મન ત્હારે શું કરવું છે?
ક્યાં સુધી જગમાં ફરવું છે? ”

(પદ ૫૭, વલ્લભ વિષ્ટિ ભાગ -૪)આપણે સૌ ભાગ્યશાળી મુમુક્ષુઓ સુવિદિત છીએ કે ગત જન્માષ્ટમી ૨૦૧૭ના શુભ દિને સમગ્ર મોક્ષમાર્ગ ધર્મ પરિવારને અમુલ્ય લ્હાવો મળે અને મોક્ષ અભિલાષા પૂર્ણ થાય તે માટે આપણા પરમપુજ્ય ગુરુમહારાજશ્રીએ આહવાન કર્યું છે કે જન્માષ્ટમી ૨૦૧૯ થી જન્માષ્ટમી ૨૦૨૦ સુધીના પુરા વર્ષને આપણે પરમપદ્ નિવાસી જ્ઞાનદાતા સદગુરુશ્રી વલ્લલભરામ મહારાજની ૧૭૫મી જન્મ જયંતિ વર્ષ તરીકે આનંદોલ્લાસ પૂર્વક ઉજવશું. આપણે સૌ મુમુક્ષુઓ આ અનેરા પર્વની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

પ્રભુ પરમાત્મા, સદગુરુશ્રી વલ્લભરામ મહારાજ તથા સદગુરુશ્રી રમુજીલાલ મહારાજની અસીમ કૃપા-દયા-કરુણા અને આશીર્વાદથી પરમ પૂજ્ય ગુરુમહારાજની નિશ્રામાં ગુરુઆજ્ઞા મુજબ વ્યાસ વાટિકા અને વલ્લભાશ્રમ મધ્યે વિકાસના કાર્યો પુરજોશમાં ચાલી રહ્યા છે જેના આપણે સૌ સાક્ષી છીએ. મોક્ષમાર્ગ ધર્મ સમાજ દ્વારા આ ભગીરથ કાર્ય માટે દાનનો અવિરત પ્રવાહ મળી રહ્યો અને ભવિષ્યમાં પણ આવી જ રીતે સહકાર મળતો રહેશે એ બદલ વલ્લભ માનવોદ્ધારક મંડળ આપ સૌ મુમુક્ષુઓનો ઋણસ્વીકાર કરે છે.

આપણે સૌ જાણીએ છીએ કે આગામી વર્ષ દરમ્યાન યોજાનાર વિશેષ આધ્ત્યાત્મિક કાર્યક્રમોમાં ખુબ જ વિશાળ સંખ્યામાં મોક્ષમાર્ગી ભાઈઓ અને બહેનો ભાગ લેનાર છે. આ આધ્યાત્મિક કાર્યક્રમો દરમ્યાન સંપૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહે અને આપણે સૌ આનંદપૂર્વક કાર્યો કરી શકીએ એ અત્યંત જરૂરી છે. આવા કાર્યક્રમમાં વ્યવસ્થા માટે મોટી સંખ્યામાં ઉત્સાહી સ્વયમ સેવક ભાઈઓ અને બહેનોની જરૂર રહેશે.

આપણા વલ્લભ માનવોદ્ધારક મંડળમાં ઉત્સવોની ઉજવણી તથા અન્ય વિકાસના કાર્યો માટે પરમપુજ્ય ગુરુમહારાજશ્રીની આજ્ઞા અનુસાર વિવિધ સમિતિઓ કાર્યરત છે, જે સમિતિઓમાં આપણા જ મોક્ષમાર્ગ ધર્મ પરિવારના ભાઈઓ અને બહેનો અમુલ્ય સેવા આપી રહયા છે. ધર્મસેવાના આ પવિત્ર કાર્ય કરવાની અમુલ્ય તક હવે આપણને પ્રાપ્ત થઇ રહી છે એ આપણું અહોભાગ્ય છે. આ સમિતિઓમાં સેવા આપી શકે એવા ભાઈઓ અને બહેનોની ખુબ મોટી સંખ્યામાં જરૂર હોય, સમય અને સેવા આપી શકે એવા ઉત્સાહી અને સેવાભાવી ભાઈઓ અને બહેનોને સમિતિમાં જોડાવવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. આપ આપની અનુકુળતા મુજબ ઉત્સવ દરમ્યાન અથવા ઉત્સવ વગરના સમયમાં વલ્લભ માનવોદ્ધારક મંડળના અન્ય કાર્યોમાં પણ સેવા આપી શકો છો. નીચે મુજબ વિવિધ સમિતિઓમાં સ્વયં સેવકની જરૂર હોય આપ આપની આવડત મુજબની સમિતિમાં જોડાઈ શકો છો.


મંડપ સમિતિ

ઉત્સવ અગાઉ ૧૫ દિવસ અને ઉત્સવ બાદ ૫ દિવસ સેવા આપી શકે એવા યુવાન ભાઈઓ

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


વ્યાસપીઠ સમિતિ

ઉત્સવ દરમ્યાન સેવા આપી શકે એવા યુવાન ભાઈઓ

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


સુર-રોશની સમિતિ

ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, ફોટોગ્રાફર, વિડીઓગ્રાફર, સાઉન્ડ ઇન્જિનિઅર, ઓડીઓ અને વિડીઓ મિક્સર ઓપરેટર, હેલ્પર વિગેરે

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


શણગાર સમિતિ

માળી, ફૂલ શણગાર વિગેરેનું કામ જાણનાર ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


જલધારા સમિતિ

ઉત્સવ દરમ્યાન પરબમાં સેવા આપી શકે એવા ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


સફાઈ સમિતિ

ઉત્સવ અગાઉ, ઉત્સવ દરમ્યાન તથા ઉત્સવ બાદ સફાઈકામમાં સેવા આપી શકે એવા ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


સુરક્ષા સમિતિ

પોલીસ વિભાગ, હોમ ગાર્ડ, સીક્યુરીટી ગાર્ડ, જી.આર.ડી. ના સભ્યો, ફાયર સેફટી તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલ તેમજ અન્ય ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


રસોડા સમિતિ

રસોઈના જાણકાર, રસોડામાં કામ કરી શકે એવા તથા કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલ ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


ભોજન પાસ સમિતિ

ભોજન પાસ વિતરણમાં મદદ કરી શકે એવા ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


વાહન વ્યવહાર સમિતિ

ઉત્સવ દરમ્યાન ટ્રાફિક નિયંત્રણ અને વાહન પાર્કિંગ કરાવી વાહનોની કાળજી રાખી શકે એવા ભાઈઓ

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


દાન પ્રદાન સમિતિ

વેચાણ સ્ટોલ ઉપર સેવા આપી શકે તથા હિસાબી કામકાજ, ટેલી સોફ્ટવેર વિગેરેનો અનુભવ ધરાવતા ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


મોબાઈલ સમિતિ

ઉત્સવ દરમ્યાન જવાબદારીપૂર્વક મોબાઈલની આપ-લે કરી સેવા આપી શકે એવા ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


તબીબી સમિતિ

ડોક્ટર્સ, નર્સિંગ, કમ્પાઉન્ડર, ફાર્માસિસ્ટ વિગેરે

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


સામાજિક સેવા સમિતિ

સામાજિક ક્ષેત્રે સેવાનો અનુભવ ધરાવતા ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


સંગીત સમિતિ

સંગીત ક્ષેત્રે જ્ઞાન ધરાવતા ભાઈઓ

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


બાળ સંસ્કાર સમિતિ

બાળ સંસ્કાર કેન્દ્રના સંચાલક બની શકે એવા ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


ભવન સંચાલન સમિતિ

ઉત્સવ તથા દર પૂનમ, દર શનિવાર અને દર રવિવાર ના દિવસોએ ભવનોના સંચાલન –વ્યસ્થાપનમાં સેવા આપી શકે એવા ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


પાદુકા પૂજન / પુર્ણાહુતિ સમિતિ

પાદુકા પૂજન / પુર્ણાહુતિ દરમ્યાન સેવા આપી શકે એવા ભાઈઓ

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


સુશોભન સમિતિ

DTC, ફેશન ડીઝાઇન, ઈન્ટીરિયર ડીઝાઇન, આર્કિટેક, ક્રિએટીવીટી દ્વારા રંગોળી અને ડીઝાઇન ડેકોરેશન તૈયાર કરી શકે એવા ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


પૂજન સમિતિ

ઉત્સવ દરમ્યાન પાદુકા પૂજન શરુ થાય ત્યાંથી પાદુકા પૂજન પૂર્ણ થાય ત્યાં સુધી જવાબદારી પૂર્વક વિનમ્ર ભાવે સેવા આપી શકે એવા ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


પાથરણા સમિતિ

ઉત્સવ દરમ્યાન મંડપ તથા રહેઠાણની જગ્યામાં પાથરણા પાથરવાનો અનુભવ ધરાવતા ભાઈઓ

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


એકાઉન્ટ સમિતિ

ચાર્ટડ એકાઉન્ટ, હિસાબનીશ, ટેલી સોફ્ટવેર અને હિસાબી કામકાજનો અનુભવ ધરવતા ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


પગરખાં સમિતિ

ઉત્સવ દરમ્યાન સેવા આપી શકે એવા ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


અલ્પાહાર સમિતિ

રસોઈયા, હોટલ તથા કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલ ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


આઈટી સમિતિ

1) Web Developer ( .Net MVC, PHP, Programming Languages) 2) Graphics Designer ( CoralDraw, PhotoShop, Illustrator ) 3) Web Designer ( BootSrap/Foundation UI, AJAX, JQuery, JSON) 4) Video Editor ( Win Movie Maker, Video Editing, Adobe Premier, DVD Making, CorelDraw, Photoshop, DVD Making, Audio & Video Editing, Video Converting Tool) 5) Animator ( 2D & 3D, Maya, VFX, Digital Painting) 6) Data Entry Operator ( MS Office, Typing Skills) 7) Networking Specialist ( Hardware and Networking ) 8) Accounting Software Operator ( Tally ERP)

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરો


વિશેષ

વકીલ, આર્કિટેક, ઇન્ટીરીયર ડિઝાયનર, વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓ સાથે સંકળાયેલ સેવા આપી શકે એવા ભાઈઓ અને બહેનો

સમિતિમાં જોડાવા માટે અહીં કિલક કરોtop