પરિચય

पूर्वावतारप्रभवाच्च साम्‍प्रतं सत्‍कार्यदक्षः कुलदीपकश्च ।
यः सदगुणानां निधि्रेष भव्‍यः जेयान्महानत्र रमूजिलाल: ।।

(પૂર્વના ઋષભદેવ, શુકદેવ અને કબીર અવતારોના પ્રભાવને લીધે બધા સત્કાર્યોના વિશારદ, કુલદિપક અને સદગુણોના ભંડારરૂપ એવા ગુરુદેવ રમુજીલાલ નો જય થાવ)
गंगासमं यच्चरितं पवित्रं यः सदगुरौ वै सततं प्रपन्न: ।
लीलोत्तमा सद्‍गुरु भक्‍तिलीना यस्‍यात्र वंदे हि रमूजीलालं ।।

(જેમનું ચરિત્ર ગંગા સમાન પવિત્ર છે. તેઓ નિરંતર સદ્‍ગુરુના શરણે છે, અને જેમની ઉત્તમ જીવન લીલા સદ્‍ગુરુની ભક્‍તિમાં જ વિલિન થઇ જાય છે તેવા રમુજીલાલને અમો વંદન કરીએ છીએ.)

कुलं पवित्रं जननी कृतार्था विश्वंभरा पुण्‍यवती य तेन ।
अपारंसंवित् सुखसागर च लीनं परंब्रह्मणि यस्‍य चेतः ।।

(અપાર જ્ઞાન અને સુખના સાગરરૂપ પરમબ્રહ્મમાં જેમનું ચિત્ત લીન થયું એવા મહાત્‍માઓ જે કુળમાં જન્‍મયા હોય તે કુળ પવિત્ર છે; જે જનની કૂખે અવતર્યા હોય તે જનની કૃતાર્થ છે અને જે ભૂમિ પર તેઓ જન્‍મ્‍યા હોય તે ભૂમિ પૂણ્‍યશાળી છે.)

“રમુજી” નામમાં જ કેવા દિવ્‍ય તત્વો રહેલાં છે તેની જાણ કેવળ પૃથક્કરણ કરવાથી જ થાય છે.
“ર” રરા વલ્લભનું રટણ કરે “મુ” મ્‍મા માયામુક્‍ત જાણ;
“જી” જજા જીવોના મોક્ષ કરે, “રમુજી” નામ પ્રમાણ.

(છપ્‍પો)
કર્ક રાશિમાં આયુષ્‍યે, ગુરુ છે જેનો ઉચ્‍ચનો ;
ધનભાવમાં મકર રાશિએ, મંગળ છે જેનો ઉચ્‍ચનો.
લગ્ને ધનરાશિમાં દેહભવને, કેતુ છે જેનો ઉચ્‍ચનો ;
ભાગીદારીમાં મથિુન રાશિએ, રાહુ છે જેનો ઉચ્‍ચનો ;
મોક્ષના કાર્યો કરાવી, સદૈવ કર્યું સદ્‍ગુરુમાં રમણ ;
આવા રમુજી ગુરુદેવને, શિષ્યોના કોટિ કોટિ અનંત નમસ્કાર !!!

પ્રથમ વેદવ્‍યાસ અવતારમાં વેદવ્‍યાસજીએ પોતાના પુત્રને ગૃહસ્‍થાશ્રમનું સેવન કરવા માટે આદેશ કર્યો, પણ શુકદેવે તેને અનુમતિ (એટલે સંમતિ) આપી નહીં તેથી “ઉત્તમ ન કહી શકાય તેવી યોનિમાં જન્‍મીને તું દુઃખ ભોગવીશ” એવો પિતાએ શુકદેવને શાપ આપ્‍યો હતો. શુકદેવે તે શાપ સ્‍વીકાર્યો અને પ્રેમપુર્વક કહ્યું કે “આ શાપ નથી પણ કૃપા છે. ભલે મારો જન્‍મ સુખેથી થાવ પરંતુ હે ગુરુદેવ મારા હવે પછીના જન્‍મમાં પણ આપ જ મારા પિતા અને ગુરુ થાઓ તેવી મારી પ્રાર્થના છે” ત્યારે વેદવ્‍યાસજીએ ત્રીજા જન્‍મમાં પિતા અને ગુરુ થવાનું વચન શુકદેવને આપ્‍યું. ત્‍યારબાદ વેદવ્‍યાસે “વલ્લભધોળા” નો અવતાર લીધો અને શુકદેવ મુનિએ “કબીર”નો અવતાર લઇ શાપના આધારે દુઃખો ભોગવ્‍યા હતા. ત્‍યારબાદ પૂર્વે આપેલું “વર” પૂર્ણ કરવા સંવત ૧૯૦૧ ના શ્રાવણવદ આઠમના દિવસે મઘ્‍ય રાત્રિએ વેદવ્‍યાસે અમદાવાદ મઘ્‍યે સૂર્યરામના ઘરે “વલ્લભરામ” નો અવતાર લીધો અને શુકદેવે સંવત ૧૯૬૩ ના આસો સુદી એકમના શુભ દિવસે અમદાવાદના રાયપુરવાળા મકાનમાં ડાહીબાની કૂખે “વલ્લભરામ” પુત્ર રૂપે “રમુજીલાલ” નો અવતાર લીધો. આવી રીતે પૂર્વે આપેલું “વર” , “વ” પરથી વલ્લભરામ અને “ર” પરથી રમુજીલાલ પૂર્ણ કર્યું. આ ગુપ્ત અવતારોનું રહસ્‍ય ધર્મબંધુઓના શિષ્‍યભાવથી યૌગિક અનુભવથી સિઘ્‍ધ થયેલું છે.

જીવન
બાળ સ્‍વરૂપ

બ્રહ્મનિષ્ઠ પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલનો જન્‍મ સંવત ૧૯૬૩ ના આસો સુદી એકમ તા. ૦૮-૧૦-૧૯૦૭ ના શુભ દિવસે નવરાત્રિ આરંભે અમદાવાદના રાયપુર પખાલીની પોળવાળા મકાનમાં પરમ પૂજય ડાહીબાની કૂખે જ્ઞાનદાતા સદ્‍ગુરુશ્રી વલ્લભરામના પુત્ર રૂપે થયો. (માતાનું નામઃ પરમ પૂજય ડાહીબા અને પિતાશ્રીનું નામ : પરમ પૂજયશ્રી વલ્લભરામ સૂર્યરામ વ્‍યાસ છે.)

પરમ પૂજય સદ્‍ગુરુશ્રી વલ્લભરામ અને પરમ પૂજયશ્રી ડાહીબા બંને જણાં આનંદમાં દિવસો નિર્ગમન કરતાં હતા. પરમ પૂજયશ્રી ડાહીબા અદ્વેત ક્રાંતિ ધારણ કરી રહ્યાં હતા. સદ્‍ગુરુશ્રી વલ્લભરામને પૂર્વે આપેલ “વર” ને પૂર્ણ કરાવી એઓશ્રીના પુત્ર રૂપે શ્રી ઋષભદેવ, શ્રી શુકદેવ, શ્રી કબીર અને સદ્‍ગુરુશ્રી રમુજીલાલ આત્‍મજયોતિ સ્‍વરૂપે પ્રગટ થઇ રહ્યા છે તે સદ્‍ગુરુશ્રી વલ્લભરામને સ્‍વપ્નમાં યોગાવસ્‍થામાં દર્શન આપી રહ્યાં હતાં તે જ સમયે પરમ પૂજય ડાહીબાને પણ આ પરમયોગેશ્વર - પરમશિવની પરમજયોતિના દર્શન થયાં અને સંવત ૧૯૬૩ ના આસોસુદી એકમ શરદપુનમના આવિર્ભાવના શ્વાતિ નક્ષત્રમાં પરમાકાશમાં વાદળો ગર્જવા માંડયા, શુભ ચિન્હ માટે શ્વાતિ નક્ષત્રના વર્ષાના શ્વેત બિન્‍દુઓની વૃષ્ટિ વચ્‍ચે પરમ પૂજય “સદ્‍ગુરુશ્રી રમુજીલાલ” નો “જન્મ” થયો. હવા પારિજાતના પુષ્‍પોથી અલૌકિક સુગંધ વહે છે, દિશાઓ પૂર્ણ પ્રકાશવંત છે, મદોન્‍મત હસ્‍તીઓ પણ નમ્ર બની પોતાના પડોશીઓને પ્રેમ કરવા લાગ્‍યા છે; હર્ષ, ઉલ્લાસ, આનંદની એક આછી લહેરી જાણે વાતાવરણમાં સર્વત્ર વિસ્‍તરી રહી છે. તેત્રીસ કુળના દેવતાઓ, ચોસઠ જોગણીઓ, જર્યોતિલિંગોએ પૃષ્‍પ વૃષ્ટિ કરી, વૃક્ષો, વેલીઓ અને ફુલો ખિલખિલાટ હસતાં ક્‍લ્લિોલ કરવા લાગ્‍યાં, અન્‍યોન્‍યની આત્‍મ જયોતિઓ ઠરી, ચાસ, ચકોર, હંસ, શતપત્ર, સારસ, પોપટ આદિ મંગળ પક્ષીઓ સમધુર સ્‍વરે નિનાદ કરવા તથા પરમ પૂજય “સદ્‍ગુરુશ્રી રમુજીલાલ” ની જમણી બાજુ ઉડવા લાગ્‍યાં. મયુર કળા કરી નૃત્‍ય કરવા લાગ્‍યા અને આકાશમાં અનુપમ શુરો સાથે ઘંટારવ - બ્રહ્મનાદ થવા લાગ્‍યો. સાબરમતી નદીએ સ્‍થુલ દેહ ધરીને કર્ણાવતી - અમદાવાદ - રાયપુરવાળા ગૃહે સાક્ષત સ્‍વરૂપે આવી પરમ પૂજય “સદ્‍ગુરુશ્રી રમુજીલાલ” ના પાદ પ્રક્ષાલન કરીને પોતાના નિર્મળ નીર વડે પરમ પૂજય “સદ્‍ગુરુશ્રી રમુજીલાલ” ને સ્‍નાન કરાવ્‍યું. ત્યારે સાબરમતીના પ્રવાહનું જળ કિલકિલાટ કરતું વહ્યે જતું હતું. પરમાકાશમાં પૃથ્‍વી પર, વનસ્‍પતિઓમાં જળ સ્‍થળમાં અને કર્ણાવતી નગરે સૌ મુમુક્ષુજનોનાં હૃદય એકાએક અત્‍યંત આનંદિત થઇ ગયાં. મૃદુ સુંગધિત વાયુ લહેરાવા લાગ્‍યો, આકાશ અનેક રંગે રંગબેરંગી “મેઘ ધનુષ” બન્‍યું. સ્‍થાવર જંગમ અત્‍યંત હર્ષમાં આવી ગયું. સમર્થ જ્ઞાની યોગી પુરુષો યોગ અને જ્ઞાન - વિદ્યાથી એઓશ્રીના આત્મકલ્યાણ અર્થે “શુકદેવજી” રૂપે પરમ પૂજય “સદ્‍ગુરુશ્રી રમુજીલાલ” નો જન્‍મ થયાનું જાણી પુલકિત થયા. સર્વને જાણે કોઇ પરમ લાભ થયો હોય તેમ દરેક મનમાં ને મનમાં આત્‍મસ્‍થ બની હસવા લાગ્‍યા.
“બાળક રમુજી” કેવળ રૂપવંત ન હતા, રૂપ સાથે તેજનો અંબાર એના દેહ પર વિલસી રહ્યો હતો. એમનું વક્ષ સ્‍થળ વિશાળ, સ્‍ક્‍ંધ “વૃષભ” ની જેમ ઉન્નત, લલાટ ચંદ્ર જેવું તેજસ્‍વી લોચન, નીલમણિનાં જેવા કર્ણપર્યન્‍ત લંબાયેલા અને સ્‍ફટિકમણી જેવી દિવ્‍ય કીકીઓ, ગોરું ચંદન પર સુવર્ણની છાંટ નાંખી હોય તેવો વર્ણ હતો. સંગેમરમરની શિલા જેવા એના હૃદય પર “વૃષભ” જેવું ચિન્હ ! પરમ પૂજય ડાહીબાએ ઋષભ, શુક, કબીરના સ્‍વપ્નમાં જે દર્શન કર્યા હતા તે જ આ “બાળક” !!! પરમ પૂજય સદ્‍ગુરુશ્રી વલ્લભરામે સંમતિ આપી અને પૂર્વે આપેલ “વર” , “વ” પરથી વલ્લભરામ અને “ર” પરથી રમુજીલાલ ના નામનો ઉચ્‍ચ સ્‍વરોથી જયનિનાદ કરી આનંદોલ્લાસ માણ્‍યો !!!

“એ જન્‍મોત્‍સવના ઓચ્‍છાવને કરતી ધરતી; હૈયે હર્ષ અપાર;
મોક્ષધર્મ યોગેશ્વર પરમશિવ જગમાં થાશે જયજયકાર”
“અનંત નમસ્કાર અમારા ગુરુદેવ રમુજીને અનંત નમસ્કાર!!!”

પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલનું બાળ સ્‍વરૂપ અગ્નિના જેવું તેજસ્‍વી - અસ્‍મિતાવાળું, પરમ ધાર્મિક - આઘ્‍યાત્‍મિક અને વેદવેદાંગમાં પારંગત હોય એવી આભાવાળું ભાસે છે.

બાળ ઉછેર

સદ્‍ગુરુશ્રી રમુજીલાલના જીવન ઘડતર ઉછેરમાં પરમ પૂજય ડાહીબા તથા પરમ પૂજય સદ્‍ગુરુશ્રી વલ્લભરામનો ફાળો અપ્રિતમ હતો. પરમ પૂજય ડાહીબા તથા પરમ પૂજય સદ્‍ગુરુશ્રી વલ્લભરામ એમનો પુત્ર રમુજીલાલ આઘ્‍યાત્‍મિક - વૈદિક સંસ્‍ક્‍ૃતિનો રક્ષક - તારક બને એ દ્રષ્ટિએ રમુજીલાલના જીવન - ઘડતર - ઉછેરમાં બાળપણથી જ નાની નાની બાબતોમાં સક્રિય રસ લેતા હતા. સદ્‍ગુરુશ્રી વલ્લભરામ અને ડાહીબા રમુજીલાલ પ્રત્‍યે કડક પણ રહેતા અને રાજકુંવરની માફક પણ રાખતા હતા. બાળપણથી જ રમુજીલાલનો સ્‍વભાવ આનંદી હતો અને સદ્‍ગુરુશ્રી વલ્લભરામ તેમને ‘રમુજીલાલ છેલ રે’ હુલામણા વાત્‍સલ્‍યભર્યા શબ્‍દો વડે રમાડતા; ત્યારે રમુજીલાલ બ્રહ્માનંદમાં નાચવા - કીર્તન કરવા માંડતા. તે વખતે સદ્‍ગુરુશ્રી વલ્લભરામે એમના હાથમાં સોનાના સાંકળાં બાંધેલા હતાં તેનો રણકાર સાંભળી પરમ પૂજય ડાહીબા, પરમ પૂજય હીરાબા એમને રમતા જોવા દોડી આવતાં. નાની વયથી જ રમુજીલાલ રમતગમત પ્રત્‍યે અણગમો હતો છતાં બાળક તરીકે ખેલતાં, વિનોદ કરતાં અને બાલ્‍યાવસ્‍થાથી જ પરમાર્થ - પરોપકારની વાતો કરતાં હતા. તેમનો સ્‍વભાવ જ વૈરાગ્‍ય પોષક હતો. સદ્‍ગુરુશ્રી રમુજીલાલને વૈદિક સંસ્‍ક્‍ૃતિ એક સંસ્કાર સંસ્‍ક્‍રણ યજ્ઞાપવિત - જનોઇ સંવત ૧૯૬૯ ના ફાગણ વદમાં આપવામાં આવ્‍યા.

વિદ્યા - બ્રહ્મવિદ્યા - શિક્ષણ - કેળવણી

પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલને તેમની પાંચ વર્ષની ઉંમરે નિશાળમાં મૂકવામાં આવ્‍યા હતા. જોકે રમુજીલાલે નિશાળનો અભ્‍યાસ બહુ જ થોડો કર્યો હતો. કેમકે પિતાશ્રી વલ્લભરામ પોતાના પુત્રને પરમાત્‍માની નિશાળમાં જોડવા માગતા હતા. એટલે કે લગભગ પાંચેક વખત સદ્‍ગુરુશ્રી વલ્લભરામે રમુજીલાલને શાળા છોડાવી હતી. આમ, એમનો શૈક્ષણિક અભ્‍યાસ મેટ્રીક સુધી પણ થયો ન હતો. પરંતુ સદ્‍ગુરુશ્રી વલ્લભરામે પોતાને ઘેર શાસ્ત્રી રોકી પોતાની દેખરેખ નીચે જ રમુજીલાલને સંસ્‍ક્‍ૃતનો અભ્‍યાસ કરાવ્‍યો. શાસ્ત્રીશ્રી ગિરજાશંકર રમુજીલાલના વિદ્યાગુરુ હતા. વેદો, પુરાણો, ઉપનિષદોનો અભ્‍યાસ આરંભાયો એટલે લગભગ તેર - ચૌદ વર્ષની ઉંમરે રમુજીલાલને પ્રોપ્રાઇટરી શાળાનો અભ્‍યાસ પડતો મૂક્‍વો પડયો અને તેઓ બ્રહ્મવિદ્યા - ધાર્મિક કેળવણી ‘સા વિદ્યા યા વિમુક્‍તયે’ ના કર્મ ભક્‍તિ - જ્ઞાન - ઘ્‍યાનના બ્રહ્મયોગમાં જોડાયા.

શાસ્ત્રીશ્રી ગિરજાશંકરનો રમુજીલાલની વિદ્વતા માટે બહુ ઊંચો મત હતો. શ્રી ગિરજાશંકર અદ્વેત મતના હતા. જયારે રમુજીલાલે ‘શિવ રહસ્‍યાંક’ વિષય શાસ્ત્રોના પ્રમાણોના આધાર સહિત લખ્‍યો ત્યારે શાસ્ત્રી શ્રી ગિરજાશંકર વાંચીને સ્‍તબ્‍ધ જ થઇ ગયા ! વર્ષો સુધી શ્રી ગિરજાશંકર શિવપુરાણના શ્‍લોકોને સમજી શક્‍યા ન હતા તે રમુજીલાલ જેવા રત્‍નને ભણાવીને તેઓ પોતાની વિદ્યાને દીપાવી શક્‍યા છે, તે બદલનો ગર્વ તેઓ અનુભવવા લાગ્‍યા અને મોટી ઉંમરે રમુજીલાલે લખેલું ‘વ્‍યાસ શુક સંવાદ’ વાંચીને તેઓ ઘણા ખુશ થયા હતા.

સદ્‍ગુરુશ્રી રમુજીલાલના બીજા વિદ્યાગુરુ શાસ્ત્રી શ્રી જગન્નાથભાઇ હતા. તેઓ ન્‍યાયશાસ્ત્રના આચાર્ય હતા. ન્‍યાય શાસ્ત્ર ભણતા બાર વર્ષ થાય તેમાં અતિ કુશાગ્ર બુઘ્‍ધિ જોઇએ. રમુજીલાલ તેનો અભ્‍યાસ કરતા ત્યારે જગન્નાથભાઇ સદ્‍ગુરુશ્રી વલ્લભરામને કહેતા, ‘ભાઇને હું ભણાવતો નથી પણ ભાઇ મને ભણાવે છે’ કેમકે દ્વૈત, દ્વેતાદ્વૈત અને અદ્વૈત બ્રહ્મ, પરબ્રહ્મ, પૂર્ણબ્રહ્મ - આત્‍મા - પરમાત્‍મા - પ્રણવ - જ્ઞાન - વિજ્ઞાન વગેરે ગહન વિષયના ભેદો જે અમારા ભણવામાં પૂરા આવ્‍યા નથી તે ભાઇ પૂરા સમજે છે અને સમજાવે છે.’ ઇત્‍યાદી કહી વખાણ કરતા. રમુજીલાલે નવ વર્ષનો વેદ વેદાંત શાસ્ત્રો, કાવ્‍યો, વગેરેનો અને ન્‍યાયશાસ્ત્રનો એમ અઢાર વર્ષનો અભ્‍યાસ સવા બે વર્ષમાં જ પૂર્ણ કરેલો એ એમનો કુશાગ્ર બુઘ્‍ધિયોગ - અને પૂર્વ જન્‍મોનો બ્રહ્મયોગનો અનુસંધાન બતાવે છે !!! અંતે સદ્‍ગુરુશ્રી વલ્લભરામની માંદગીના કારણે રમુજીલાલે એમની સેવામાં - નિશ્રામાં જ સમય વિતાવ્‍યો અને અભ્‍યાસ છોડી દીધો. પરંતુ સદ્‍ગુરુશ્રી વલ્લભરામના આશીર્વાદથી રમુજીલાલને અનાયાસે જ બ્રહ્મજ્ઞાન - પ્રણવજ્ઞાન - વિજ્ઞાન પ્રાપ્ત થઇ જ ગયું હતું.

આ ઉપરાંત બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર અને સંસ્‍ક્‍ૃતના પ્રખર પંડિત શ્રી આનંદશંકર બાપુભાઇ ધ્રુવનો રમુજીલાલના વિદ્યાભ્‍યાસ માટે બહુ ઊંચો અભિપ્રાય હતો. સદ્‍ગુરુશ્રી રમુજીલાલે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના કેટલાક મુદ્દા અને રહસ્‍યો પ્રમાણો - દ્રષ્ટાંતો સહિત - અનુભવ સિઘ્‍ધ જ્ઞાન -વિજ્ઞાન સમજાવ્‍યા ત્યારે શ્રી આનંદશંકર ધ્રુવ રમુજીલાલ ઉપર ખુબ જ ખુશ થઇને પ્રભાવિત થઇ ગયા અને કહ્યું કે ‘ગુરુ કરતાં શિષ્‍યમાં વધારે જ્ઞાન હોય તે સ્‍વભાવિક જ છે’ કારણ કે ગુરુના જ્ઞાનનો છેડો તે શિષ્‍યના જ્ઞાનનો એક્‍ડો હોય છે. તે ક્રમાનુસાર વધતું જ જાય, પણ ક્‍યારે ? જયારે શિષ્‍યનો શિષ્‍યભાવ અને નમ્રતાભાવ અહંકાર રહિત હોય ત્યારે !!! એક અવતારના જ્ઞાનયોગનો છેડો (ઋષભદેવ, શુકદેવ, કબીર) તે બીજા અવતારનો એક્‍ડો. આમ, સદ્‍ગુરુશ્રી વલ્લભરામ તથા રમુજીલાલનો આનંદ શંકરભાઇ ધ્રૃવ સાથેનો સંબધ રમુજીલાલના જીવન ઘડતરનું એક ઊજળું પાસું બન્‍યો.

વિદ્યાભ્‍યાસ ઉપરાંત રમુજીલાલના ચારિત્ર ઘડતર માટે પણ સદ્‍ગુરુશ્રી વલ્લભરામ એટલા જ સજાગ હતા. સદ્‍ગુરુશ્રી વલ્લભરામના શબ્‍દોમાં કહીયે તો ‘અમો કદી બીડી કે સિગારેટ પીતા નહીં. સૂર્ય, અગ્નિ પવિત્ર વસ્‍તુ છે. બીડી પીનાર બ્રાહ્મણનો નીચ અવતાર થાય છે. અમો અમારા ઘરમાં કોઇને બીડી પીવા દેતા નથી. કોઇને બીડી પીવી હોય તો બહાર જઇને પીએ. કેમકે તેથી બીડીનાં ઠુંઠા પડે. ભૂલચૂકે છોકરાઓ મોંમાં ઘાલે અને પીતાં શીખે એટલે કુસંસ્કાર ન પડવા દેવાની ખાતર આવી સખ્‍તાઇ સદ્‍ગુરુશ્રી વલ્લભરામ રાખતા.’

તેવી જ રીતે સદ્‍ગુરુશ્રી વલ્લભરામ રમુજીલાલને ગરીબ સ્‍થિતિમાં ઉછેરતા, રેશમી કે ગરમ કપડું પહેરવા દેતા નહિં, રમવા ફરવા જવા દેતા નહીં. સદ્‍ગુરુશ્રી વલ્લભરામ રમુજીલાલને કહેતા કે ‘બેટા કમાઇને ખાઓ અને કમાવા જતાં ક્યાંય એમ ન કહેતા કે હું વલ્લભરામનો દીકરો છું, કેમકે તમે તમારી આબરૂ ઉપર જ કમાઓ એમ હું ઇચ્‍છું છું.’ આ શબ્‍દોથી જ રમુજીલાલના નવા જીવનનું નિર્માણ થયું. રમુજીલાલે ઘર છોડયું અને મુંબઇમાં એક વેપારીની પેઢીમાં નોકરીએ રહ્યા. આ પેઢીમાં નિષ્ઠા, ઇમાનદારીથી અને દીર્ધ દ્રષ્ટિથી ફરજ બજાવી એટલે પેઢીના રુ. ૩૦/- ના પગારથી રુ. ૭૫/- અને પાછળથી રુ. ૧૦૦/- નો પગાર કર્યો હતો. આમ, પુત્ર કસોટીમાંથી પાર પડયો એટલે સદ્‍ગુરુશ્રી વલ્લભરામે રમુજીલાલને પત્ર લખીને પાછા બોલાવી દીધા હતા.

સદ્‍ગુરુશ્રી વલ્લભરામે બીજી આકરી કસોટી તો રમુજીલાલના સંયમ અંગે કરી હતી. એકવાર રમુજીલાલ યોગમાર્ગ સાધતા હતા ત્યારે સદ્‍ગુરુશ્રી વલ્લભરામે મહામાયાને બોલાવીને કસોટી કરી. પણ સદ્‍ગુરુશ્રી વલ્લભરામે ‘કોઇ સ્‍થળે તારું મન નહિ ચળે’ અનુભવ થયો ત્યારે આશીર્વાદ આપી આનંદજનક પ્રતીતિ કરાવી હતી.

મોક્ષમાર્ગ ધર્મના પંથ ઉપર પ્રયાણ

સદ્‍ગુરુશ્રી વલ્લભરામે રમુજીલાલની અનેક પ્રકારે કસોટી કરીને તેમની માત્ર તેર વર્ષની ઉંમરે ‘ચેતવણી’ માસિક પત્રિકા લખાવવાની શરુઆત રમુજીલાલ પાસે કરાવી હતી. ત્‍યાર બાદ પાછળથી જાગૃતિ માસિક પત્રિકા તેમજ સદ્‍ગુરુશ્રી વલ્લભરામ યોગમાર્ગ શીખવવામાં ઝડપ કરાવતા, સખ્‍તાઇ રાખતા અને વ્‍યાખ્‍યાનો આપવા સાથે પણ લઇ જતા. રમુજીલાલ જીવનનો મનસ્‍વી અર્થ ઘટાવી ન બેસે એટલા માટે સદ્‍ગુરુશ્રી વલ્લભરામે રમુજીલાલને સુખનો દિવસ જોવા દીધો ન હતો. વડનગરના પીઠોરી દરવાજે આખું વડનગર સદ્‍ગુરુશ્રી વલ્લભરામનું વ્‍યાખ્‍યાન સાંભળવા આવ્‍યું હતું. આ વખતે રમુજીલાલની ઉંમર તેર વર્ષની હતી. તેર વર્ષની ઉંમરના રમુજીલાલે ‘જ્ઞાન’ જેવા ગુહ્ય વિષય પર મનનીય આત્‍મિય ભાવે પ્રવચન આપ્‍યું. ઉત્તમ રીતે આપેલા પ્રવચનથી શ્રોતાઓ વિસ્‍મય પામ્‍યા. પરંતુ વિસ્‍મય પામવા જેવું કશું હતું નહિ, કેમકે તેઓએ પૂર્વે ઋષભદેવ, શુકદેવ, અને સંત કબીર એમ ત્રણ અવતારો લીધા જ હતા. જેનાથી તેઓમાં યોગજ્ઞાન, પ્રણવજ્ઞાન, આત્‍મજ્ઞાન અને પરમાત્‍મજ્ઞાન સ્‍વંય સિઘ્‍ધ હતાં જ. સદ્‍ગુરુશ્રી વલ્લભરામ તો જાણતા જ હતા કે રમુજીલાલ ઊંચી કક્ષાના અવતારી આત્‍મા છે, પણ ધર્મબંધુઓને સચોટ ખાતરી કરાવવા માટે જ રમુજીલાલને પ્રવચન કરવા કહ્યું હતું; અને તેમાં પણ કયા વિષય પર પ્રવચન આપવું તે ઉપસ્‍થિત ધર્મબંધુઓએ નક્‍ક્‍ી કરવાનું હતું.

કવિ નાનાલાલે યોગ્‍ય જ કહ્યું છે કે ‘પિતાના આદર્યા અધૂરાં પૂરાં કરે તે પુત્ર’ અર્વાચીન સમયમાં સદ્‍ગુરુ અને શિષ્‍યધર્મની સંપૂર્ણ જવાબદારી વિવેક્‍પૂર્વક અદા કરનાર મોક્ષધર્મના સ્‍થાપન ઉદય - વિકાસમાં વલ્લભરામ અને રમુજીલાલ જેવી જોડી મળવી વિરલ છે.

સદ્‍ગુરુશ્રી વલ્લભરામ અને સદ્‍ગુરુશ્રી રમુજીલાલે સત્‍ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગમાં સુષુપ્ત અવસ્‍થામાં રહેલ મોક્ષધર્મનું આદ્યનારાયણદાદાની પ્રેરણા - આશીર્વાદથી શિષ્‍યઃ શરણાગત ભાવે સ્‍થાપન - ઉદય - વિકાસ સમગ્ર ગુજરાત - ભારત તથા વિદેશોમાં કરીને અનેક જન્‍મજન્‍માંતરોના યોગભ્રષ્ટ આત્‍માઓને મોક્ષના પંથે વાળ્‍યા તે જ માનવજગતનું અહોભાગ્‍ય છે !!!

મુમુક્ષુજનોના આત્‍મકલ્યાણ માટે યોગ - પ્રયોગો - જ્ઞાન યજ્ઞો

અનુ. નંબર સંવત કેટલા દિવસનો કેટલા ઘ્‍યાનાર્થીનો પ્રયોગનું નામ કયા સ્‍થળે?
૧૯૮૬ ૩૨૫ કળિ-માયાબળ નિવારણ અમદાવાદ
૧૯૮૭ ૧૦૮ આત્‍મકલ્યાણ વડનગર
૧૯૮૮ ૧૦૮ મહાપ્રયોગ અમદાવાદ
૧૯૮૯ ૩૨૪ સાત પ્રયોગનો ઐક્‍ય પ્રયોગ અમદાવાદ
૧૯૯૦ ૨૧ રુદ્ર પ્રયોગ અમદાવાદ
૧૯૯૧ ૩૨૪ આત્‍મકલ્યાણ કેદારેશ્વર (બારડોલી)
૧૯૯૧ ૧૦૮ આત્‍મકલ્યાણ શેખપુર (ઉત્તર ગુજરાત)
૧૯૯૨ ૧૦૮ આત્‍મકલ્યાણ સૂંઢિયા
૧૯૯૨ ૧૨૫ લક્ષ્મીપ્રયોગ અમદાવાદ
૧૦ ૧૯૯૪ ૪૨ ૧૮ મહાપ્રયોગ અમદાવાદ
૧૧ ૧૯૯૫ ૩૦૦ શરણાગતિ વ્‍યાસાશ્રમ (બરકાલ)
૧૨ ૧૯૯૬ ૧૦૦૮ સહસ્ત્રગ્રંથિ વાઘેશ્વર(બારડોલી)
૧૩ ૧૯૯૬ ૩૩ ૨૨ મહાપ્રયોગ અમદાવાદ
૧૪ ૨૦૦૦ ૭૫૦ તારકપ્રયોગ અમદાવાદ
૧૫ ૨૦૦૦ ૧૩ ૨૯ મહાપ્રયોગ અમદાવાદ
૧૬ ૨૦૦૧ ૧૩ ૧૩૦ મહાપ્રયોગ અમદાવાદ
૧૭ ૨૦૦૩ ૧૩ ૮૪ મહાપ્રયોગ અમદાવાદ
૧૮ ૨૦૦૪ ૧૩ ૧૨૬ મહાપ્રયોગ અમદાવાદ
૧૯ ૨૦૦૬ ૧૩ ૬૭૫ મહાપ્રયોગ અમદાવાદ
૨૦ ૨૦૦૯ ૨૪૧૬ બ્રહ્મકર્મ સિઘ્‍ધિ વ્‍યાસાશ્રમ (બરકાલ)
૨૧ ૨૦૧૦ ૧૫૦૦ બ્રહ્માત્‍મ સમર્પણ અમદાવાદ
૨૨ ૨૦૧૨ ૧૩ ૧૦૧૮ મહાપ્રયોગ અમદાવાદ

નોંધ:
  • પાપ ભુક્‍તમાનનો, આત્‍મકલ્યાણનો, આત્‍મસિઘ્‍ધિનો, ગુરુમંત્રનો, મોક્ષપદ પ્રાપ્તાર્થેનો, કળિ - માયાબળ - નિવારણનો અને કળિબંધન - નિવારણ નો એમ જુદા જુદા સાત પ્રયોગોનો એ ઐક્‍ય પ્રયોગ.
  • ઘ્‍યાનાર્થીઓનો એક પ્રયોગ થાય અને એવા છ મહા પ્રયોગે એક મહા સિઘ્‍ધ પ્રયોગ ગણાય, એટલે છ મહા સિઘ્‍ધ પ્રયોગ.
  • ૨૦૧૬ વેદોક્‍ત કર્મવાળા અને ૪૦૦ વૈદિક કર્મવાળા.
  • નવ મહાસિઘ્‍ધ પ્રયોગ.

સદ્‍ગુરુશ્રી રમુજીલાલે ઉપરોક્‍ત પ્રયોગો ઉપરાંત અન્નપુર્ણા, ચંડીકા મા, બગલામુખી, ચોસઠ યોગિની, શંકર, મહાકાળ, ચોસઠમુખી બ્રહ્મા જેમણે સદ્‍ગુરુશ્રીને ૨૩ કળાઓ અર્પણ કરી હતી. પરકાયા પ્રવેશ (બીજાના શરીરમાં પ્રવેશ કરવો) વગેરેની સાધના કરીને રિઘ્‍ધિ - સિઘ્‍ધિઓ મેળવી હતી, પણ રિઘ્‍ધિ - સિઘ્‍ધિઓ મેળવવા કદી પણ પ્રયત્‍ન ન કરવાનો બોધ શિષ્‍યવર્ગને હરહંમેશ આપતા હતા.

જ્ઞાન યજ્ઞો


આત્‍મોઘ્‍ધારના વિવિધ પ્રયોગો કરાવવા ઉપરાંત સદ્‍ગુરુશ્રી રમુજીલાલે ધર્મપ્રચારાર્થે અને માનવજીવનની સુધારણાર્થે વર્ષોવર્ષ ગામે ગામે “જ્ઞાનયજ્ઞો” યોજીને દુર્વ્‍યસનો છોડાવીને મુમુક્ષુઓને સનાતન મોક્ષધર્મની દીક્ષા આપી માનવ તરીકે જીવન જીવતા કર્યા.


સંવત ૧૯૮૧ વૈશાખ સુદ - ૧૧ - ૧૨ - કુકેરી.
સંવત ૧૯૮૨ ફાગણ માસમાં કુકેરી.
સંવત ૧૯૯૫ ચૈત્ર માસમાં શુકલેશ્વર મહાદેવ અનાવલ.

સંવત ૧૯૯૭ પોષ માસમાં - રૂપવેલ (રાયાવાડી)
સંવત ૧૯૯૮ શ્રાવણ માસ - વાંસદા તાલુકાના કંબોયા ગામે.
સંવત ૨૦૦૧ ફાગણ માસ - કુકેરી - સુખાબારી - વાંદરવેલા - ઢોલુમ્‍બર - કંડોલપાડા - રૂપવેલ - રાયાવાડી - કુકેરી.

સંવત ૨૦૦૨ ચૈત્ર વદ ૧૧ - ૧૨ - વલ્લભ નિર્વાણ દિન - શુકલેશ્વર મહાદેવ - અનાવલ.
સંવત ૨૦૦૫ ચૈત્ર વદ ૧૧ - ૧૨ - વલ્લભ નિર્વાણ દિન - કુકેરી.
સંવત ૨૦૦૬ ચૈત્ર વદ ૧૧ - ૧૨ - વલ્લભ નિર્વાણ દિન – વાંસદા, ગડી ધર્મશાળા.
સંવત ૨૦૦૭ ફાગણ વદ ૧૦ - ૧૧ - પાણીખડક.
સંવત ૨૦૦૭ ચૈત્ર સુદ ૧૪ - ૧૫ - કુકેરી
સંવત ૨૦૦૭ ચૈત્ર વદમાં - બોડવાંક.
સંવત ૨૦૦૮ ફાગણ માસમાં ચીખલી તાલુકાના રૂમલા ગામે.
સંવત ૨૦૦૮ ચૈત્ર વદ ૧૨ - ખાપરવાડા ગામે.

સંવત ૨૦૦૮ ઓરગામ ગામે

સંવત ૨૦૦૯ સુખાબારી - માંડવખડક.
સંવત ૨૦૦૯ ચૈત્ર સદ ૯ થી - ૧૫ - બ્રહ્મકર્મ સિઘ્‍ધિ પ્રયોગ - વ્‍યાસાશ્રમ
સંવત ૨૦૧૦ ફાગણ વદ ૩ - ૪ - ૫ - ત્રણ દિવસ - ભરૂચ જીલ્લાના ઇલાવ ગામે.

સંવત ૨૦૧૦ ચૈત્ર વદ ૧૦ - ૧૧ - ૧૨ - વલ્લભ નિર્વાણ દિન - શુકલેશ્વર મહાદેવ - અનાવલ.
સંવત ૨૦૧૦ ચૈત્ર વદ ૧૧ - ૧૨ - બે દિવસ - કેદારેશ્વર બારડોલી.

સંવત ૨૦૧૧ ચૈત્ર સુદ ૧૪ - ૧૫ - શુકલેશ્વર મહાદેવ - અનાવલ
સંવત ૨૦૧૧ ચૈત્ર વદ ૧૧ - ૧૨ - બે દિવસ વલ્લભ પૂણ્‍યતિથિ - શુકલેશ્વર મહાદેવ - અનાવલ.
સંવત ૨૦૧૫ ચૈત્ર સુદ ૧૪ - ૧૫ - બે દિવસ ધરમપુર - મોહન વિલાસ રાજમહેલ.

સંવત ૨૦૧૬ ૨૧ દિવસ ઉનાઇ ત્‍યાંથી અનેક ગામોમાં
સંવત ૨૦૧૬ મહાવદી શિવરાત્રી - કંબોયા
સંવત ૨૦૧૬ ચૈત્ર વદી ૧૧ - ૧૨ - ૧૩ - ત્રણ દિવસ - શુકલેશ્વર મહાદેવ - અનાવલ.
સંવત ૨૦૧૭ ચૈત્ર સુદ ૧૪ - ૧૫ - બે દિવસ સોમનાથ મહાદેવ - બીલીમોરા

સંવત ૨૦૧૭ ચૈત્ર વદ ૧૧ - ૧૨ - બે દિવસ નગોડ - બારડોલી
સંવત ૨૦૧૭ તા. ૧૮/૧૯ - ૩ - ૧૯૬૧ બે દિવસ વેડ - સુરત

સંવત ૨૦૧૭ તા. ૨૦/૨૧ - ૪ - ૧૯૬૧ - બે દિવસ મહેસાણા જીલ્લાના ડાબુ ગામે.

પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલનું ભવિષ્‍ય કથન

સંવત ૨૦૦૬ ના વાંસદા જ્ઞાનયજ્ઞ વખતે પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલના ભવિષ્‍ય કથન કરતાં ઉદગારો : “અત્યારે મારા આવા જ્ઞાનયજ્ઞની કોઇ ગણના થશે નહિ પણ અમારી હયાતી પછી અત્યારે કરેલા કાર્યનું પરિણામ દેખાશે.”

મોક્ષગમન

સદ્‍ગુરુશ્રી રમુજીલાલે એમના પિતા સદ્‍ગુરુશ્રી વલ્લભરામની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરી ગૃહસ્‍થાશ્રમ - જનક વિદેહીની માફક જળકમળવત્ જીવન - સંસારમાં રહીને; સદ્‍ગુરુશ્રી વલ્લભરામની અંતરાત્‍માની પ્રેરણા - આશિર્વાદથી સંસારના બંધનમાંથી મુક્‍ત થઇને શ્રેષ્ઠ શિષ્‍ય ધર્મ પાળીને સંવત ૨૦૧૮ ના પોષ વદ છઠને શનિવારના દિવસે સદ્‍ગુરુશ્રી રમુજીલાલ મોક્ષગમન સૌ મુમુક્ષુઓને અંતિમ જય પરમાત્‍મા કરીને થયાં.

સમય રેખા

સંવત ૧૯૬૩ - આસો સુદ એકમના શુભ દિવસે અમદાવાદ મઘ્‍યે રાયપુરવાળા મકાનમાં (વિભૂતિ વિહાર) પરમ સદગુણી પતિવ્રતા પરમ પૂજય ડાહીબાની કૂખે સદ્‍ગુરુશ્રી વલ્લભરામના પુત્ર રૂપે “સદ્‍ગુરુશ્રી રમુજીલાલ” નો જન્‍મ બપોરે ૧૨ કલાક ૫ મિનિટે.
પાંચ વર્ષની ઉંમરે અમદાવાદની પ્રોપ્રાઇટરી શાળામાં શિક્ષણ.
સદ્‍ગુરુશ્રી વલ્લભરામની આઘ્‍યાત્‍મિક નિશાળમાં શિક્ષણ અને કેળવણી.
શાસ્ત્રી શ્રી ગિરજાશંકર રમુજીલાલના વિદ્યાગુરુ
“શિવ રહસ્‍યાંક” અને “વ્‍યાસ - શુક સંવાદ” ગ્રંથની રચના. શ્રી ગિરજાશંકરે આ ગ્રંથનો અભ્‍યાસ કર્યો - આશ્ચર્ય અને આનંદ પામ્‍યા.
ન્‍યાય શાસ્ત્રના આચાર્ય ગુરુ શાસ્ત્રી જગન્નાથભાઇએ ન્‍યાય શાસ્ત્રનો અભ્‍યાસ કરાવ્‍યો. નવ વર્ષનો ન્‍યાય શાસ્ત્રનો, નવ વર્ષનો વેદ - વેદાંત, શાસ્ત્રો, કાવ્‍યો વગેરેનો અઢાર વર્ષનો અભ્યાસ માત્ર બે જ વર્ષમાં પૂર્ણ કર્યો. જે એમને પૂર્વ જન્‍મની જ્ઞાન કુશાગ્ર બુધ્ધિ બતાવે છે.
બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર અને સંસ્‍ક્‍ૃતના પ્રખર પંડિત શ્રી આનંદશંકર બાપુભાઇ ધ્રુવનો રમુજીલાલ વિદ્યાભ્‍યાસ માટે બહુ ઊંચો અભિપ્રાય અને જીવન ઘડતરમાં અમૂલ્‍ય ફાળો.
પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલે ૧૩ વર્ષની ઉંમરે ચેતવણી લખવાની શરૂઆત કરેલી.
વડનગરના પીઠોરી દરવાજે પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલનું પ્રથમ વ્‍યાખ્‍યાન, વિષય “જ્ઞાન”.
પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલના જીવનનું નિર્માણ - મુંબઇ એક વેપારીની પેઢીમાં નોકરી - પરમ પૂજય સદ્‍ગુરુશ્રી વલ્લભરામની કસોટીમાંથી પાર પડયા. સદ્‍ગુરુશ્રી વલ્લભરામે કહ્યું, “દીકરા જે કંઈ થયું તે તારી કસોટી હતી. તારો માર્ગ જુદો છે, જે તને ટૂંક સમયમાં દેખાશે. તેથી કરી તું પાછા ફર એવી મારી આજ્ઞા છે.” જીવનના આઘ્‍યાત્‍મિક વળાંકની સદ્‍ગુરુશ્રી વલ્લભરામની આજ્ઞા તેઓશ્રી ઉથાપી ન શક્‍યા.
પરમ પૂજય સદ્‍ગુરુશ્રી વલ્લભરામે પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલની સંયમ અંગેની કસોટી કરી હતી તેમાં પણ પાર પડયા.
કવિ નાનાલાલે કહ્યું છે કે “પિતાના આદર્યા અધૂરાં પૂરાં કરે તે પુત્ર” પરમ પૂજય સદ્‍ગુરુશ્રી વલ્લભરામ પણ રમુજીલાલને એવો પુત્ર બનાવવા માંગતા હતા.
વડનગરની ઘટનાને કારણે સદ્‍ગુરુશ્રી વલ્લભરામને પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલની વકતૃત્વ શક્‍તિની ખાતરી થઇ ચૂકી હતી.
સંવત ૧૯૮૧, સદ્‍ગુરુશ્રી વલ્લભરામ મોક્ષગમન.

અમદાવાદની ઔદીચ્‍યવાડીમાં સદ્‍ગુરુશ્રી વલ્લભરામનો તેરમાનો દિવસ.
પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલ કિશોર વયના એટલે મોક્ષમાર્ગ ધર્મનું સુકાન મોક્ષમાર્ગમાં ઉંડા ઉતરેલા શિષ્‍ય પ્રાણજીવનભાઇ ધનજીને સોંપવાનું નવસારીના મંડળે નક્‍ક્‍ી કર્યુ.

પ્રાણજીવનભાઇનો ઇન્કાર. શિષ્યો પરમ પૂજય ડાહીબા આગળ રડી પડયા. પરમ પૂજય ડાહીબાએ કહ્યું “મુંઝાઓ ના, હવે અમારું કોણ?” ડાહીબાએ કહ્યું “દીકરા રમુજીને સદ્‍ગુરુશ્રી વલ્લભરામે કાળજી પૂર્વક તૈયાર કર્યા છે અને તે તમારો માર્ગદર્શક બનશે.” ડાહીબાએ પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલને બધાની સમક્ષ પ્રવચન કરવાની આજ્ઞા આપી. માતૃશ્રીની આજ્ઞા જ મળતાં શિષ્યોની ધર્મ જીજ્ઞાસાનો પડકાર ઝીલીને પ્રવચનમાં “પરમપ્રિય વડીલોના ઉદબોધનથી મનુષ્‍ય જીવનનો પરમાદર્શ” નો વિષય સમજાવ્‍યો. બધા શિષ્યોને પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલ સદ્‍ગુરુશ્રી વલ્લભરામના જ્ઞાન વારસ છે એવી પ્રતીતિ થઇ. આ પ્રસંગે પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલ જે રૂપે પ્રગટ થયા તે પાછળ શિષ્યોના હૃદય વહાલવશ બની ગયા. પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલે પરજિયા રાગમાં ભજન ગાયું. “બાપુ બાપુ જરા જોજો આ દાસોના સામું” ખરેખર...

गुणाः पूजास्‍थानं गुणिषु न च लिंङ्गं न च वयः ।।
(ગુણવાન મનુષ્‍યોમાં પૂજા યોગ્‍ય તે ગુણો છે, વય કે જાતિ નહિ)


ચૈત્રી પુનમ વલ્લભવાડી, અમદાવાદ મોક્ષમાર્ગી ભેગા થાય છે. અને પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલની ષોડશ પૂજનની વિધિ થઇ અને નાનકડા બાળકને ગાદીએ બેસાડી તેમની પૂજા કરી ગુરુ તરીકે માન્‍યા. આનંદનું વાતાવરણ છવાય રહ્યું, ફૂલહાર થયા. શિષ્યોએ પ્રવચનની માંગણી કરી અને પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલે “પ્રણવ ૐકાર” ના વિષય ઉપર વિદ્વતાપૂર્વક પ્રવચન આપ્‍યું. આમ પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલને ગાદી સોંપવાનો દિવસ ખરેખર જ રમુજીલાલમાં રહેલ સૂક્ષ્માતિ સૂક્ષ્મ પ્રણવ ૐકાર ના જ્ઞાન - વિજ્ઞાનને પ્રગટ કરી રહ્યો અને શિષ્યોએ ધન્‍યતા અનુભવી.
પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલ પ્રણવ ૐકાર જ્ઞાન - વિજ્ઞાન, મોક્ષ પ્રવૃત્તિ, યાત્રાઓ, ધાર્મિક પ્રકાશનો, ઉત્‍સવો, યોગ - પ્રયોગ અને સાધનાઓના તેમના આદર્શને મૂર્ત સ્‍વરૂપ આપે છે.
૧૯૫૭ જુલાઇની ૧૬ મી તારીખે પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલ પુષ્કર રાજની યાત્રાઃ બ્રહ્માજી - વિદ્યાત્રી ડુંગર ઉપર અને પાતાળેશ્વર - સિઘ્‍ધેશ્વરના શિવલિંગો ઉપર લઘુરુદ્ર - મહારુદ્ર શિષ્યોના આત્‍મશ્રેયાર્થે - પ્રેયાર્થે કરાવ્‍યા.
પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલે પોતાની માતાનો મોક્ષ કરાવવા પુત્ર ધર્મ પાળીને યોગમાર્ગની પરકાયા પ્રવેશની વિદ્યા દ્વારા માતાનો મોક્ષ કરાવ્‍યો.
સંવત ૧૯૮૬, શ્રાવણ વદ એકમ - “કળિ માયાબળ પ્રયોગ” ઐક્‍ય પ્રયોગ. શિષ્યોના સાનિઘ્‍યમાં.
સંવત ૧૯૮૭, ૧૦૮ ઘ્‍યાનાર્થીઓનો - “આત્‍મ કલ્યાણ પ્રયોગ” વડનગર.
સંવત ૧૯૮૮, ૧૦૮ દિવસનો - “મહાપ્રયોગ” ભેસ્‍તાનના છગનભાઇ ડાહ્યાભાઇ પાસે.
સંવત ૧૯૮૯, શ્રાવણ સુદ પૂનમ - “સાત પ્રયોગનો ઐક્‍ય પ્રયોગ” ૩૨૪ પ્રયોગાર્થીઓ - અમદાવાદ ૐકારેશ્વર મંદિર.
સંવત ૧૯૯૦ માં સાત દિવસનો ૨૧ ઘ્‍યાનાર્થીઓનો “રુદ્ર પ્રયોગ” – અમદાવાદ.
સંવત ૧૯૯૧, માગસર સુદ ચોથથી ત્રણ દિવસનો ૩૨૪ ઘ્‍યાનાર્થીઓનો - “વિશ્વ દર્શન પ્રયોગ” - કેદારેશ્વર - બારડોલી.
સંવત ૧૯૯૧, ૧૦૮ ઘ્‍યાનાર્થીઓનો - “આત્‍મ કલ્યાણ પ્રયોગ” શેખપુર.
સંવત ૧૯૯૨, ૧૦૮ ઘ્‍યાનાર્થીઓનો - “આત્‍મ કલ્યાણ પ્રયોગ” સુંઢિયા મુકામે.
સંવત ૧૯૯૪, ૧૮ ઘ્‍યાનાર્થીઓનો ૪૨ દિવસનો - “મહાપ્રયોગ” અમદાવાદ.
સંવત ૧૯૯૫, ૩૦૦ ઘ્‍યાનાર્થીઓનો - “શરણાગતિ પ્રયોગ” વ્‍યાસાશ્રમ - બરકાલ.
સંવત ૧૯૯૬, ૧૦૦૮ ઘ્‍યાનાર્થીઓનો - “સહસ્ત્ર ગ્રંથિ પ્રયોગ” વાઘેચા - બારડોલી.
સંવત ૧૯૯૬, ૩૩ દિવસનો ૨૨ ઘ્‍યાનાર્થીઓનો - “ગુરુમંત્રનો પ્રયોગ” અમદાવાદ.
સંવત ૨૦૦૦, ૭૫૦ ઘ્‍યાનાર્થીઓનો પાંચ દિવસનો - “તારક મંત્રનો પ્રયોગ” અમદાવાદ.
સંવત ૨૦૦૦, ૨૯ ઘ્‍યાનાર્થીઓનો - “મહાપ્રયોગ” અમદાવાદ.
સંવત ૨૦૦૧, ૧૩૦ ઘ્‍યાનાર્થીઓનો - “મહાપ્રયોગ” અમદાવાદ.
સંવત ૨૦૦૩, ૮૪ ઘ્‍યાનાર્થીઓનો - “મહાપ્રયોગ” અમદાવાદ.
સંવત ૨૦૦૬, ૬૭૫ ઘ્‍યાનાર્થીઓનો - “મહાપ્રયોગ” અમદાવાદ.
સંવત ૨૦૦૯, ૧૦૦૮ ઘ્‍યાનાર્થીઓનો - “બ્રહ્મકર્મ સિઘ્‍ધિ પ્રયોગ” વ્‍યાસાશ્રમ - બરકાલ.
સંવત ૨૦૧૦, ૧૫૦૦ ઘ્‍યાનાર્થીઓનો - “બ્રહ્માત્‍મ સમર્પણ પ્રયોગ” અમદાવાદ.
સંવત ૨૦૧૨, ૧૦૧૮ ઘ્‍યાનાર્થીઓનો - “મહાપ્રયોગ”
સંવત ૨૦૧૬, ચૈત્ર વદ બારસની મઘ્‍ય રાત્રિએ ૧.૩૭ પહેલાં ૧.૩૫ થી પ્રભુ સદ્‍ગુરુશ્રીની કૃપા - દયાથી સમાધિ થઇ ગઇ. (સવા કલાક) સૌ શિષ્યોને આશીર્વાદ સાથે “ક્ષમા” અર્પી. (અનાવલ)
સમાધિના કાર્ય વખતે વૈશાખ - સુદ - ૧ પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલનું ૨૧ ધર્મબંધુઓ (શિષ્યો) પાસે “જમણા પગના અંગુષ્ઠનું પૂજન”.
તા. ૧૮-૧૧-૧૯૬૧ ના દિવસે “સુવર્ણ દિન” મહાકાળ અને ચોસઠમુખી બ્રહ્માએ “ત્રેવિસ કળા” પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલને અર્પણ કરી.
પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલે શ્રીનગર - કાશ્‍મીર - શેષનાગ - અમરનાથ વગેરે સ્‍થળોએ “યોગ સિઘ્‍ધિ” નું કાર્ય - બરફ ઉપર રેશમી વસ્ત્ર મૂકી ત્રણ કલાકની સમાધિ.
૧૮-૧૧-૧૯૬૧ નો પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલ માટે “સુવર્ણનો દિવસ” ચોસઠમુખી બ્રહ્માએ ત્રેવીસ કળા પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલને આપી. ત્રેવીસ કળા બંધન સાથે સ્‍વીકારી. ચોસઠ મુખી બ્રહ્માની આજ્ઞાનુસાર “જે ધર્મબંધુઓને સ્‍વજન સમજતા હો તેમને તમે સંભાળજો અને તેઓનું દુઃખ નિવારણ કરી આપની ઇચ્‍છા મુજબ તેઓને સર્વ પ્રકારે સુખી કરજો”.
પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલને નજીવો મગજનો રોગ - ૧૯૫૮ માં બલ્‍ડ પ્રેશરને કારણે તેમને એક મહીનો હોસ્‍પિટલમાં સારવાર અર્થે રહેવું પડયું.
પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલનું જીવન કેવળ સદ્‍ગુરુશ્રી વલ્લભરામની શ્રઘ્‍ધા પર નિર્ભર હતું. તેમની પાસે સદ્‍ગુરુશ્રી વલ્લભરામે કેટલુંક કાર્ય કરાવવાનું હતું, પછી આરામ ક્યાંથી મળે? ૫ણ સદ્‍ગુરુશ્રી વલ્લભરામની કૃપા અસીમ હતી. “અમો આજ્ઞાપાલક છીએ. સારું ખોટું જે થાય તે કરાવવું તેમના હાથમાં છે. અમારા શ્રેષ્ઠ ર્ડાકટર તો પ્રભુ સદ્‍ગુરુશ્રી છે. અમારી શ્રઘ્‍ધા અને ભક્‍તિ ગુરુમાં છે.”
નવસારીમાં પ્રાણજીવનભાઇ સાથે પરમગતિના ગૂઢ વિષયની ચર્ચા.
સંવત ૨૦૧૮ - પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલ જીવન લીલા સંકેલી લેવા માંગતા હતા. ૫૫ - ૫૬ તથા ૬૨ - ૬૩ ના વર્ષો અમારે માટે ઘાતક છે.
આકાશ તરફ જોયું. મકાનનું બીજુ ધાબું ભરાતું હતું ત્યારે મંદિરના ઓટલા ઉપર બેઠા બેઠા મહર્ષિ વ્‍યાસના ભાવોને અનુસરતું તેઓનું પ્રિય ભજન ગણ ગણવા લાગ્‍યા; “સુખ દેખી શું હરખાવું મનવા આવ્‍યા તેવા ઊડી જવું” ભજનના શબ્‍દો પ્રમાણે જ થયું.
અત્‍યંત ભાવવિભોર બની રહ્યા - વાચા અટકી ગઇ. જાગૃત થતાં કિમંતીમાં કિમંતી વસ્ત્રો પરિધાન કરે છે. પરમ પૂજય બા એઓશ્રીને નિહાળી રહ્યા. પણ પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલે જણાવ્‍યું કે “સંવત ૨૦૧૮ પોષવદ - ૬ ના રોજ અમે મોક્ષગમન કરી જઇશું એટલા માટે”.
વલ્લભવાડીમાં ૐકારની મૂર્તિને પ્રણામ કરી મુમુક્ષુજનોને મળ્‍યા. પ્રભુભાઇ ડાહ્યાને મળ્‍યા અને કહ્યું કે સંબધીને ત્‍યાંથી પાછો ફરીશ એટલે આપણે છેલ્લે છેલ્લું સાથે જમીશું. કેમકે અગિયાર વાગ્‍યા સુધી હું છું અને પછી નથી. “તમામ કાર્યો કરી નાંખી હવે હું નિવૃત્ત થયો છું તમે જે કંઈ કરો તે સત્‍ય અને ટંકું કરજો.”
સંવત ૨૦૧૮, “ગુરુ દક્ષિણા” ચૂકવતાં ચૂકવતાં ગુરુકૃપાએ “અવધ કક્ષા” ૨૩ સિઘ્‍ધિઓ મેળવીને આઘ્‍યાત્‍મિક જગતના શિરતાજ બની રહ્યા.
સંવત ૨૦૧૮માં કેટલાક ધર્મબંધુઓ (શિષ્યો) પાસે “જમણા પગના અંગુષ્ઠનું પૂજન” આખરી પૂજન.
પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલ સંબધીને ત્‍યાંથી આવે છે. તેઓશ્રી મેડા ઉપર જાય છે. ત્‍યાં દિવ્‍યાતિ દિવ્‍ય તેજ પરમાત્‍મા સ્‍વરૂપ અને “હું શાંતિનો અનુભવ કરી રહ્યો છું. જીવનમાં કશા પ્રત્‍યાઘાતનો આંચકો મને નથી.” થોડી જ ક્ષણોમાં વાણી બંધ થઇ ગઇ. અને સંવત ૨૦૧૮ પોષ વદ - ૬ તા. ૨૭-૧-૬૨ ને શનિવારે રાત્રે ૧૧.૨૦ કલાકે સર્વને આખરી “જય પરમાત્‍મા” સહ મોક્ષગમન થયા.