કોરોના રાહત કામગીરી
કોરોના અંગે સમજૂતી
ધનવંતરી રથ
વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે શ્રી વલ્લભ માનવોધ્ધારક મંડળ અને શ્રી પ્રણવ સમાજ કલ્યાણ ટ્રસ્ટ અનાવલ (શ્રી વલ્લભાશ્રમ) દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા માટે અવિરત સેવાઓ શરૂ કરેલ છે. માનવ સેવાના હેતુ માટે આપણી સંસ્થા દ્વારા જુદા જુદા વિસ્તારમાં ત્રણ “ધનવંતરી રથ” ની સેવાઓ અવિરત ચાલે છે, જે પૈકી એક ધનવંતરી રથ મહુવા તાલુકા જીલ્લો સુરતમાં ચાલે છે, બીજો ધનવંતરી રથ વાંસદા તાલુકા, જીલ્લો નવસારીમાં ચાલે છે અને ત્રીજો ધનવંતરી રથ ચીખલી તાલુકા જીલ્લો નવસારીમાં ચાલે છે.
કિટ વિતરણ
શ્રી વલ્લભ માનવોધ્ધારક મંડળ અને શ્રી પ્રણવ સમાજ કલ્યાણ ટ્રસ્ટ અનાવલ (શ્રી વલ્લભાશ્રમ) દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે માસ્ક, સેનિટાઈઝર તેમજ અનાજની કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.